સીક્લીનર પોતે શંકાના ઘેરામાં

article by himanshu kikani

હિમાંશુ કીકાણી

Sep 26, 2018, 03:58 PM IST

છેક વર્ષ 2011માં સપ્ટેમ્બર મહિનામાં જ આ કોલમમાં એક લેખ લખાયો, ત્યારે એનું શીર્ષક હતું, ‘ઇસકો લગા ડાલા, તો કમ્પ્યૂટર ઝીંગાલાલા!’

આમ જુઓ તો સીક્લીનર જેવા સોફ્ટવેરનું કામ હજી પણ મહત્ત્વનું છે. આપણા કમ્પ્યૂટરમાં બે પ્રકારનો ‘કચરો’ જમા થાય છે. એક જે આપણે જોઈ શકીએ અને જે મોટા ભાગે આપણે પોતે જ જમા કરેલો હોય. બીજો, જે જમા તો આપણે જ કરીએ છીએ, પણ ઘણું ખરું આપણી જાણ બહાર એવું થાય છે અને જે આપણને દેખાતો પણ નથી.

વાત સીક્લીનર નામના એક કામઢા, કમ્પ્યૂટરની ફટાફટ સફાઈ કરી આપતા સોફ્ટવેરની હતી અને લેખના અંતે ભારપૂર્વક ભલામણ કરી હતી કે ઘર સાફ કરવા માટે ભલે દિવાળીની રાહ જુઓ, કમ્પ્યૂટરની સફાઈ માટે આ સોફ્ટવેર ડાઉનલોડ કરવામાં જરાય મોડું ન કરતા. ત્યારે આવી ભલામણ કરવામાં કોઈ જોખમ નહોતું, કેમ કે 7 વર્ષ પહેલાં એ લેખ લખાયો ત્યારે આ સોફ્ટવેરને વિશ્વભરના 70 કરોડ લોકોએ ડાઉનલોડ કરી લીધું હતું.


પણ હવે 7 વર્ષમાં સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. 2017માં અવાસ્ટ નામની એક એન્ટિવાઇરસ સોફ્ટવેર બનાવતી કંપનીએ સીક્લીનર સોફ્ટવેરની પેરેન્ટ કંપની જ ખરીદી લીધી અને ત્યારથી સીક્લીનરની મથરાવટી મેલી થવા લાગી છે.


આમ જુઓ તો સીક્લીનર જેવા સોફ્ટવેરનું કામ હજી પણ મહત્ત્વનું છે. આપણા કમ્પ્યૂટરમાં બે પ્રકારનો ‘કચરો’ જમા થાય છે. એક જે આપણે જોઈ શકીએ અને જે મોટા ભાગે આપણે પોતે જ જમા કરેલો હોય. બીજો, જે જમા તો આપણે જ કરીએ છીએ, પણ ઘણું ખરું આપણી જાણ બહાર એવું થાય છે અને જે આપણને દેખાતો પણ નથી.


પહેલા પ્રકારનો કચરો એટલે આપણે પોતે ક્રિએટ કરેલી પણ હવે બિનઉપયોગી બની ગયેલી જૂની ફાઇલ્સ અને ફોલ્ડર્સ, આની સરખામણીમાં, બીજા પ્રકારનો ન દેખાતો કચરો દૂર કરવાનું કામ વધુ અગત્યનું છે અને પ્રમાણમાં વધુ સહેલું પણ છે. ઇન્ટરનેટના વપરાશ દરમિયાન આપણે જે જે સાઇટ સર્ફ કરીએ તેની ટેમ્પરરી ફાઇલ્સ આપણા પીસીમાં ડાઉનલોડ થતી હોય છે. જુદી જુદી વેબસાઇટ્સ આપણું સર્ફિંગ ઝડપી બને અને ઘણા કિસ્સામાં એમને આપણા આઇપી એડ્રેસ જેવી માહિતી મળે એ માટે અલગ અલગ પ્રકારની કૂકીઝ પણ આપણા પીસીમાં ઠાલવતી હોય છે. ઇન્ટરનેટ પર આપણે કોઈ ફોર્મ ભરીએ તો તેની હિસ્ટ્રી જમા થાય. આપણે એડ્રેસબારમાં જે જે સાઇટનાં એડ્રેસ લખીએ એની હિસ્ટ્રી, જે કંઈ ડાઉનલોડ કરીએ તેની હિસ્ટ્રી વગેરે પણ અંતે પીસીમાં જમા થતી જાય.


પીસીમાં વિન્ડોઝ એક્સપ્લોરરમાં જઈને કે સીધા કોઈ પ્રોગ્રામમાં આપણે જે કોઈ ફાઇલ્સ ઓપન કે ક્રિએટ કરીએ એની પણ ટેમ્પરરી અને લોગ ફાઇલ્સ બનતી હોય છે. છેલ્લા થોડા સમયમાં ઓપન કરેલાં ડોક્યુમેન્ટ્સની ટેમ્પ ફાઇલ પણ જમા થતી હોય છે. ફાઇલ ડિલીટ કરીએ એ પણ રિસાયકલબિનમાં જમા થાય અને કમ્પ્યૂટરનો બોજો વધારે. કમ્પ્યૂટરની રજિસ્ટ્રીમાં સફાઈ પણ જરૂરી હોય છે.


આ બધું સાવ કચરો હોતું નથી. એ કામનું હોય છે, પણ થોડા સમય માટે અને મોટા ભાગે આપણા કામને સહેલું ને ઝડપી બનાવવા પૂરતું જરૂરી હોય છે. જો એ લાંબા સમય માટે જમા થતું રહે તો સરવાળે નુકસાન કરે છે.


એ બધું ફટાફટ દૂર કરવામાં અત્યાર સુધી સીક્લીનરનો કોઈ જોટો નહોતો, પરંતુ હવે આ સોફ્ટવેર યૂઝર ન ઇચ્છે તો પણ ધરાર અપડેટ થાય છે, તેમાં ‘એક્ટિવ મોનિટરિંગ’ નામનું એક ફીચર, યૂઝર ન ઇચ્છે તો પણ, યૂઝરની સિસ્ટમની માહિતી અવાસ્ટને આપતું રહે છે. 5.45 ક્રમનું આ વર્ઝન એવું છે કે તેને સહેલાઈથી બંધ પણ કરી શકાતું નથી. એ બેકગ્રાઉન્ડમાં સતત ચાલતું રહે છે, તમે જાણકાર હો તો તમારે ટાસ્ક મેનેજરમાં જઈને તેને બંધ કરવું પડે. સપ્ટેમ્બર 2017માં જ આપણે જાણ્યું હતું તેમ, સીક્લીનર સાથે માલવેર ઘૂસી આવવાનો પણ મોટો હોબાળો મચ્યો હતો.


સદ્્ભાગ્યે હવે કમ્પ્યૂટરમાં જ એવી કેટલીય સુવિધાઓ આવી ગઈ છે, જેને કારણે આપણે સીક્લીનર વિના પણ કામ ચલાવી શકીએ છીએ. એની વાત ફરી ક્યારેક કરીશું, પણ એટલું નક્કી કે હવે સીક્લીનર પહેલાં જેટલું વિશ્વાસપાત્ર નથી.

www.cybersafar.com

X
article by himanshu kikani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી