Back કથા સરિતા
Home » Rasdhar » મૅક્લિન એસ્ટેટ
મૅક્લિન એસ્ટેટ
ધૈવત ત્રિવેદી

ધૈવત ત્રિવેદી

નવલકથા (પ્રકરણ - 53)
સબળ નવલકથાકાર-પત્રકાર ધૈવત ત્રિવેદીએ ‘લાઈટહાઉસ’ અને ‘64 સમરહિલ’ નામે બે સફળ નવલકથાઓ આપી છે.

'તું મારો છે રૂંગડા... અને હું તારી... આજે, કાલે, કાયમ... ફક્ત તારી...'

  • પ્રકાશન તારીખ25 Aug 2018
  •  

પ્રકરણ - 43


બપોરની વેળા, સહ્યાદ્રીની છાતી માથે ફેણ પછાડતા ઘેઘૂર નાગ જેવો ગોરંભાયેલો મેઘ, માથે તાણેલા ઘૂમટાની આડશમાંથી જરાક અમથું ડોકું બહાર કાઢતી નવલી પરણેતરના રૂપ જેવો આછેરો ઉજાસ, ક્યારેક પડી જતી ઝરમર તો ક્યારેક અચાનક મોટાં ફોરાં અને તોતિંગ પથ્થરોની વચ્ચે ધસમસ દોડીને સીધું જ નદીમાં ખાબકતું ઝરણું...

ક્યાંય કોઈ બોલાશ નથી. ક્યાંય કોઈના હોવાનો અણસાર નથી. ભીનાશને બાથમાં લઈને સૂસવતી ઠંડી હવા છે. નિર્જન વગડાનો મોસમી હિલોળો છે. પથ્થરને ટેકો દઈને ઊભેલી એક છોકરી છે અને ટેકરીના લીલાછમ ઢોળાવ પર લેટીને જોડિયા પાવા વગાડી રહેલો એક છોકરો છે.


આંખ બંધ કરીને તેણે સમો વર્ત્યો અને છોકરીને બહુ ગમતાં ગીતની ધૂન છેડી એ સાથે પથ્થરને અઢેલીને ઊભેલી છોકરીના પગમાં નર્તન વિંટળાવા માંડ્યું અને તેના હોઠ પર ગમતીલું ગીત ફફડવા લાગ્યું.


આલે હો આલે હો મેઘરાજા...

માઝા પાલવ ભીંજલા

માઝા મન હરવલ

માલા લાગલી પ્રિયેચી વેડ

(આવો હો આવો હો મેઘરાજા... મારો પાલવ ભીંજાય... મારું મનડું તરસાય... મને લાગે પિયાની લ્હાય...)


મૌસમની ભીનાશમાં પાવાના જોશીલા સૂરને ઉન્માદનો વળ ચડાવતો એ છોકરો છેલ્લી પંક્તિ વારંવાર વગાડી રહ્યો છે અને તેની ઊઘાડી, કસાયેલી છાતી એક એક ફૂંકે ઊંચકાતી રહે છે. છોકરીના જરાક થિરકતા પગને હવે લયનો પાસ બરાબર ચડ્યો છે. પથ્થરથી સહેજ ખસીને એ કમર મટકાવે છે. તેની મોટી, કાળી આંખોમાં આહ્લાદ અંજાય છે અને એ જોઈને પાવા સોંસરવી સૂસવતી છોકરાની ફૂંકને ઉન્માદ વળગે છે.

આકાશ આણિ ધરતી બઘ કશી ભેટલી

પર્વતાચી ધાર બઘ કશી શણગાર કરતી યે

હા મદમસ્ત વારા બઘ કશા નિઘાલાય

માઝ્યા છાતી વરુન પાલવ સરકતોય

માલા લાગલી પ્રિયેચી વેડ

હો મેઘરાજા...

(આભની અને ધરતી જો, કેવી બાથ ભરે... પર્વતની ધાર જો, એ કેવી શણગાર કરે... આ તોફાની વાયરો જો કેવો ફૂંકાય... મારી છાતી પર ચુંદડી સરકતી જાય... મને લાગી છે પિયુની લ્હાય... હો મેઘરાજા)


પાવો વગાડું તો આંખ મિંચાઈ જાય છે... આંખ બંધ કરું તો અલ્લડપણે ઝુમતી છોકરી દેખાતી નથી... પાવો બંધ કરું તો એ નાચતી અટકી જશે... કશ્મકશમાં અટવાયેલા છોકરાની ફૂંકમાં મેઘની ગર્જના ફૂંકાઈ રહી છે અને નાચતી છોકરીના પગમાં વીજળીની ત્વરા ભળી છે.

ક્યાંય સુધી એ બેઉની વચ્ચે વણબોલાયેલો મૌન અનંગરાગ છેડાતો રહે છે. આખરે પહેલાં છોકરીના પગ થાકે છે અને પછી છોકરાની ફૂંક. પસીને રેબઝેબ થતી છોકરી છોકરા પર ઢળી પડે છે. એ હાંફ ગતિનો છે, ફૂંકાયેલા સૂરનો છે... એ હાંફ મોસમનો છે અને એકમેકના સાન્નિધ્યમાં ઊભરતા ઉન્માદનો ય છે.


છોકરીની તંગ ચોલીના ફફડતા ઉભારનો સ્પર્શ છોકરાને બેચેન કરી રહ્યો છે. છોકરી ફરતા વિંટળાયેલા તેના બંને હાથની ભીંસ વધે છે. એ છોકરીને જરાક ઊંચી કરીને ચોલીમાંથી ડોકિયા કરતાં સ્તનોના સાંવરા, મુલાયમ વળાંક પર તડપતા હોઠ ફેરવે છે. છોકરી પણ અવશપણે તેના લાંબા ઓડિયા ખેંચીને તેના શરીર સાથે વધુ જોરથી ચંપાય છે. સ્તનોના નર્મ વળાંકો પર ઘૂમરાતા હોઠ છોકરીની લાંબી, કમનિય ગરદન પર ચંપાય છે અને ગાલ પર ભીંસાતા હોઠ સુધી જવા મથે છે.

ત્યાં જ વીજળીના જોરદાર કડાકા સાથે આકાશમાં મેઘની ગડગડાટી થાય છે. એ છોકરી બ્હાવરી બનીને પહેલાં તો છોકરાને વધુ જોરથી વળગી પડે છે. પછી ભયના કારણે તૂટેલો ઉન્માદનો દોર તેના હોશ પાછા લાવે છે અને એ ઝાટકા સાથે ઊભી થઈ જાય છે. ઓઢણી તો ક્યાંય સરકી ગઈ છે. એ શરમની મારી છાતી ફરતા બેય હાથ વીંટાળીને નીચે પડેલી ઓઢણી ઊઠાવે છે...


'વેલી...' હવે છોકરો ય ઊભો થઈ જાય છે. તેના ચહેરા પર લાલાશ છવાયેલી છે અને આંખોમાં સ્પર્શનું ઘેન છે, 'વેલી... ક્યાં જાય છે?'
'ના રૂંગડા...' છોકરીના ચહેરા પર પારાવાર શરમ છે, 'ઉતાવળ ન કર...'

'બસ રૂંગડા, આટલું ખમ્યો છે તો હજુ ય થોડુંક ખમી જા, સમો નક્કી જ છે...' ઓઢણી વિંટાળતી છોકરી તેની સામે આંખ માંડી શકતી નથી અને ઉતાવળી ચાલે ટેકરીનો ઢાળ ઉતરતી જાય છે, 'આકાશમાં સપ્તર્ષિ ચોખ્ખા થાય ત્યાં સુધી...' હવે તેણે દોટ મૂકી છે અને હવામાં અવાજને વહેતો મૂકીને કહેતી જાય છે, 'ત્યાં સુધી ખમી જા રૂંગડા... પછી તારી આગ પર સાવિત્રીના વહેણની જેમ વરસી પડીશ... તું મારો છે રૂંગડા... અને હું તારી... આજે, કાલે, કાયમ... ફક્ત તારી...'


છોકરો માયુસ આંખે ટેકરીઓની પગદંડીઓ પર પડેલી પગલીઓને તાકી રહે છે અને પહાડના પોલાણમાં વિંટળાઈને એ શબ્દો પાછા ફરે છે...


તું મારો છે રૂંગડા... અને હું તારી... આજે, કાલે, કાયમ... ફક્ત તારી... ફક્ત તારી... ફક્ત તારી!!


*** *** ***

એક દિવસ અચાનક નદીના કાંઠે તરાપા મંડાયા અને વાંસના જોરાવર હલેસા મારતો કાફલો કાંઠે ઉતર્યો. છીછરા પટમાંથી આઠ-દસ અસવારોએ પાણીમાં ઘોડા નાંખ્યા અને છાતીસમાણા પાણીમાં ય ફંગોળાતા બેડલાંની માફક હણહણતા ઘોડા છીંકારા નાંખતા કાંઠા સુધી પહોંચી ગયા. છેલ્લાં કેટલાંક સમયથી અહીં આ લાલ ડાગલાવાળા આદમીઓની અવરજવર વધી હતી. માથા પર ઊંચી દિવાલની કાળી ટોપી, અણિયાળા થોભિયા, કરડા ચહેરા, ખભા પર લટકતી બંદૂકો, ભેટે બાંધેલી તલવાર અને મોંમાંથી ફૂટતી ગાળો...


ગરીબડાં જંગલવાસીઓને આ કશી ગતાગમ પડતી નહિ. એ કાફલો બસ એમ જ આવી ચડતો. આખો દિવસ પહાડોમાં, જંગલોમાં અને કસબાઓમાં ઘૂમતો રહેતો. ગમે તેના કૂબામાં ધસી જાય. ચોતરા પાસે ચારપાઈ પથરાવે અને 'ગિનતી હૈ... ગિનતી હૈ' કહીને કસબાના એક-એક આદમી, પુરુષ, સ્ત્રી, નાના-મોટાં સહુને ઊભા રાખે. ધ્યાનથી નીરખે. અમુક તંદુરસ્ત જવાનિયાઓને કદીક પોતાની સાથે વેઠ પર લેતા જાય. આમરાળથી દોઢ-બે કોસ દૂર એક ધોળિયાના ખેતરમાં કામ કરાવે અને પછી ત્રણ-ચાર દિવસે પાછા મોકલી દે.

ક્યારેક આ કાફલો આવે એ પછી ગામની એક-બે તરુણીઓ ય ગાયબ થઈ હતી. બધાએ ભેગા થઈને ગોકિરો મચાવ્યો ત્યારે આ કાફલાના ઘોડેસવારો જ જંગલમાં તબડાટી બોલાવતા ગયા અને છોકરીની ચૂંદડી લઈને પાછા આવ્યા. છોકરીને વાઘ કે દીપડો તાણી ગયા હશે એમ માનીને તેનાં અબૂધ મા-બાપ આંસુ સારતા રહ્યા અને કાફલો આવ્યો હતો તેમ તબડાટી બોલાવતો પાછો ચાલ્યો ગયો.

'પણ વેલી...' છોકરાના સ્વરમાં રીતસરની આજીજી છે, આવેગની ધ્રૂજારી છે, 'તું ભયંકર આગ લગાડે છે મને...'

'બસ રૂંગડા, આટલું ખમ્યો છે તો હજુ ય થોડુંક ખમી જા, સમો નક્કી જ છે...' ઓઢણી વિંટાળતી છોકરી તેની સામે આંખ માંડી શકતી નથી અને ઉતાવળી ચાલે ટેકરીનો ઢાળ ઉતરતી જાય છે, 'આકાશમાં સપ્તર્ષિ ચોખ્ખા થાય ત્યાં સુધી...' હવે તેણે દોટ મૂકી છે અને હવામાં અવાજને વહેતો મૂકીને કહેતી જાય છે, 'ત્યાં સુધી ખમી જા રૂંગડા... પછી તારી આગ પર સાવિત્રીના વહેણની જેમ વરસી પડીશ... તું મારો છે રૂંગડા... અને હું તારી... આજે, કાલે, કાયમ... ફક્ત તારી...'


છોકરો માયુસ આંખે ટેકરીઓની પગદંડીઓ પર પડેલી પગલીઓને તાકી રહે છે અને પહાડના પોલાણમાં વિંટળાઈને એ શબ્દો પાછા ફરે છે...
તું મારો છે રૂંગડા... અને હું તારી... આજે, કાલે, કાયમ... ફક્ત તારી... ફક્ત તારી... ફક્ત તારી!!
*** *** ***


એક દિવસ અચાનક નદીના કાંઠે તરાપા મંડાયા અને વાંસના જોરાવર હલેસા મારતો કાફલો કાંઠે ઉતર્યો. છીછરા પટમાંથી આઠ-દસ અસવારોએ પાણીમાં ઘોડા નાંખ્યા અને છાતીસમાણા પાણીમાં ય ફંગોળાતા બેડલાંની માફક હણહણતા ઘોડા છીંકારા નાંખતા કાંઠા સુધી પહોંચી ગયા.


છેલ્લાં કેટલાંક સમયથી અહીં આ લાલ ડાગલાવાળા આદમીઓની અવરજવર વધી હતી. માથા પર ઊંચી દિવાલની કાળી ટોપી, અણિયાળા થોભિયા, કરડા ચહેરા, ખભા પર લટકતી બંદૂકો, ભેટે બાંધેલી તલવાર અને મોંમાંથી ફૂટતી ગાળો...


ગરીબડાં જંગલવાસીઓને આ કશી ગતાગમ પડતી નહિ. એ કાફલો બસ એમ જ આવી ચડતો. આખો દિવસ પહાડોમાં, જંગલોમાં અને કસબાઓમાં ઘૂમતો રહેતો. ગમે તેના કૂબામાં ધસી જાય. ચોતરા પાસે ચારપાઈ પથરાવે અને 'ગિનતી હૈ... ગિનતી હૈ' કહીને કસબાના એક-એક આદમી, પુરુષ, સ્ત્રી, નાના-મોટાં સહુને ઊભા રાખે. ધ્યાનથી નીરખે. અમુક તંદુરસ્ત જવાનિયાઓને કદીક પોતાની સાથે વેઠ પર લેતા જાય. આમરાળથી દોઢ-બે કોસ દૂર એક ધોળિયાના ખેતરમાં કામ કરાવે અને પછી ત્રણ-ચાર દિવસે પાછા મોકલી દે.


ક્યારેક આ કાફલો આવે એ પછી ગામની એક-બે તરુણીઓ ય ગાયબ થઈ હતી. બધાએ ભેગા થઈને ગોકિરો મચાવ્યો ત્યારે આ કાફલાના ઘોડેસવારો જ જંગલમાં તબડાટી બોલાવતા ગયા અને છોકરીની ચૂંદડી લઈને પાછા આવ્યા. છોકરીને વાઘ કે દીપડો તાણી ગયા હશે એમ માનીને તેનાં અબૂધ મા-બાપ આંસુ સારતા રહ્યા અને કાફલો આવ્યો હતો તેમ તબડાટી બોલાવતો પાછો ચાલ્યો ગયો.


સાવિત્રીના ઓતરાદા ઘૂનામાં ન્હાવા પડેલા રૂંગડાએ ઘોડાની તબડાટી સાંભળી એ સાથે ચોંક્યો. ઢીંચણ સુધીની ધોતીને કસીને કછોટો માર્યો અને સીધી જ દોટ મૂકી દીધી.


'વેલી...' કસબામાં પહોંચીને હાંફતી છાતીએ કૂબાની સામે જઈને તેણે રાડ નાંખી, 'વેલી ક્યાં?'
'એ તો એની મા જોડે નિંદામણ વાઢવા ગઈ છે...'


રૂંગડો ચકળવકળ થતી વિસ્ફારિત આંખે જોતો રહ્યો અને બીજી જ ક્ષણે મોટી મોટી ડાંફ ભરતો ટેકરીઓ તરફ ભાગ્યો ત્યારે ટેકરીઓની પાછળ ઘોડાના ડાબલાનો અવાજ ગાજી રહ્યો હતો.


રૂંગડો આખી ય ટેકરી ઘૂમી વળ્યો. ખેતરના શેઢા ખૂંદી આવ્યો. રસ્તે મળેલા એક-બે આદમીઓને ય પૂછી લીધું. અસવારોને જંગલ તરફ જતાં જોયાનું સૌએ કહ્યું પણ વેલીને કોઈએ જોઈ ન હતી.


કદાચ એ એની મા સાથે ઘરે પરત પહોંચી હશે.
હાંફળોફાંફળો થતો રૂંગડો કસ્બામાં પહોંચ્યો ત્યારે હવે વેલીની મા તેને પૂછી રહી હતી, 'વેલી ક્યાં?'
'એ તો...' રૂંગડો ફાટી આંખે જોઈ રહ્યો, 'તારી જોડે નિંદામણ વાઢવા ગઈ હતી ને...'
'હા, પણ હું ઢોરને ઢાળ ઉતારવા આગળ નીકળી અને એ પાછળ રહી ગઈ.. મને એમ કે એ તારી પાસે આવી હશે...'
- અને રૂંગડાના જોમના બારેય વ્હાણ ત્યાં જ બૂડી ગયા.


એ આખી રાત કસબામાં માતમ છવાયેલો રહ્યો. રાતભર માન્જો જવાનિયાઓ મશાલો પેટાવીને જંગલો ખૂંદતા રહ્યા. રાતભર સાવિત્રીના કાંઠે એકએક ભેખડ જોવાતી રહી. રાતભર ટેકરીઓના ઢોળાવ પર ખેતરના શેઢા ઉવેખાતા રહ્યા... અને રાતભર રૂંગડો ફાટી આંખે શૂન્યમાં તાકતો રહ્યો. આકાશના કાળાડિબાંગ ઘટાટોપ વચ્ચે ક્યાંય સુધી તેણે નજર માંડેલી રાખી. સપ્તર્ષિનો તારો ક્યાંય કળાતો ન હતો.
*** *** ***


પુણે પહોંચ્યા પછી તરત વિલીની શસ્ત્રક્રિયા હાથ ધરાઈ હતી. માત્ર ડાબી આંખ જરાક ખુલી રહે એવી રીતે આખો ય ચહેરો સફેદ પાટામાં વિંટળાયેલો જોઈને ઈયાનને ય ઘડીક કમકમા ઉપજી ગયા. સવાર પછી એ જરાક હોશમાં આવશે એવું ડોક્ટરે કહ્યું હતું.


અહીં તમામ જવાબદારી બ્રિટિશ એમ્બેસીએ ઊઠાવી લીધી હતી એટલે ઈયાનને ખાસ્સી રાહત હતી. સલામતી વ્યવસ્થા પણ જડબેસલાક હતી. એમ્બેસીએ હાયર કરેલ પ્રાઈવેટ સિક્યોરિટીના પઠ્ઠાઓ વિલીના રૂમથી લિફ્ટ, દાદર અને છેક હોસ્પિટલના ઝાંપા સુધી તહેનાત થઈ ગયા હતા એ ચકાસ્યા પછી ઈયાનને હાશ થઈ હતી.


જોકે હજુ જેમ્સનો ફોન આવ્યો ન હતો એટલે તેના જીવને હજુ ધરપત ન હતી. પોતે સામેથી ફોન કરવો કે નહિ એ તે નક્કી કરી શકતો ન હતો. એટલી જ વારમાં વિશાખાએ વ્હોટ્સએપ મેસેજ કર્યો, 'સ્ટિલ ઈટ ઈઝ ગોઈંગ ઓન. નથિંગ ટુ વરી. એ આદમી એકલો જ લાગે છે અને તેની વાતમાં દમ જણાય છે. પછી કોન્ટેક્ટ કરું છું. હાઉ ઈઝ વિલી?'


મોડી સાંજે આઈસીયુમાં ચહલપહલ વધી એટલે ઈયાને નજર દોડાવી. વિલીના કોટ આસપાસ ડોક્ટર, નર્સનો જમેલો એકઠો થઈ ગયો હતો. થોડી વારે એક ડોક્ટર બહાર આવ્યો.


'કશું સિરિયસ નથી, પણ એ કંઈક બોલવા મથે છે...'
'પણ એ તો એનેસ્થેશિયાની અસર હેઠળ...'
'હા, પણ ક્યારેક પેશન્ટનું સબ કોન્શિયસ માઈન્ડ એક્ટિવ હોય ત્યારે આવું થઈ શકે...'
'યુ મિન...' ઈયાનને હજુ ય કશું સમજાતું ન હતું.


'તેને બહુ પેઈન થતું હોય અથવા બેહોશ થતાં પહેલાં અજાગૃત મનમાં કશાક વિચારો ચાલતા હોય કે પછી કશુંક સપનું આવતું હોય...'
ડોક્ટર બોલ્યે જતો હતો અને ઈયાને તેને બાજુ પર હડસેલીને સીધી જ આઈસીયુની અંદર ફર્લાંગ ભરી લીધી.
(ક્રમશઃ)

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP