Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-24

વડોદરાનાં ફતેગંજ બ્રિજ પર બુલેટ સ્લિપ થતાં બેનાં મોત,એક ગંભીર

  • પ્રકાશન તારીખ14 Jan 2019
  •  

વડોદરા: રવિવારે વહેલી સવારે ફતેગંજ બ્રિજ પરથી બુલેટ પર ત્રણ સવારી જઈ રહેલા મિત્રોનું બાઈક સ્લીપ થઇ ગયું હતું. બુલેટની સ્પીડ વધારે હોવાથી ત્રણ મિત્રો પૈકી બે ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક મિત્રને અતિ ગંભીર હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મૂળ ચંદીગઢનો રહેવાસી કમલ હિકમત બિસ્ત, બારડોલીનો રહેવાસી પ્રેમ ચક્ર બહાદુર પરિયાર તેમજ સુરતનો રહેવાસી બિક્રમ માણબહાદુર ક્ષેત્રી શહેરની એક હોટલમાં કામ કરતા હતા. શનિવારે રાત્રે પોતાનું કામ પૂરું કર્યા પછી આ ત્રણેય મિત્રો બુલેટ પર ત્રણ સવારી ફરવા ગયા હતા.રવિવારે વહેલી સવારે ફતેગંજ બ્રિજ પરત રાત્રી બજારથી પંડયા બ્રિજ તરફ જવાના રસ્તે બુલેટ અચાનક સ્લીપ થતા ત્રણેય મિત્રો ફંગોળાઈને બાઈક પરથી પટકાયા હતા. બુલેટ પર સવાર ત્રણ મિત્રો પૈકી કમલ બિસ્ત અને પ્રેમ ચક્ર બહાદુર પરિયારનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે મૂળ સુરતખાતે રહેતા બિક્રમ ક્ષેત્રીને સારવાર માટે સયાજીમાં દાખલ કરાયો છે. હાલમાં સારવાર મેળવી રહેલા બિક્રમની હાલત અત્યન્ત નાજુક હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP