• Anata made 14 bogus companies to become millionaires, GST scam of 650 crores

GST કૌભાંડ / વડોદરાના અકાઉન્ટન્ટે રાતોરાત કરોડપતિ થવા 14 બોગસ કંપની બનાવી 650 કરોડનું GST કૌભાંડ આચર્યું

Anata made 14 bogus companies to become millionaires, GST scam of 650 crores
X
Anata made 14 bogus companies to become millionaires, GST scam of 650 crores

  • સુરતમાં પહેલી ધરપકડ  સુરતમાં 8 અને વડોદરામાં 6 કંપનીઓ કાગળ પર ઊભી કરી માત્ર બિલ આપ્યાં 
  • 'દિવ્ય ભાસ્કરે' બે મહિના પહેલા સુરતમાં બોગસ બિલ અંગેનો અહેવાલો પ્રસિદ્ધ કર્યો હતો, આરોપી જેલમાં ધકેલાયો 

divyabhaskar.com

Jan 24, 2019, 01:50 AM IST

સુરત: એક મહિના અગાઉ દિવ્ય ભાસ્કરે બોગસ બિલ અંગે પ્રસિધ્ધ કરેલો અહેવાલ સાચો પડયો છે. આજે એસજીએસટી વિભાગે 14 કંપનીઓના સહારે આચરેલા રૂપિયા 650 કરોડના બોગસ બિલિંગ સ્કેન્ડલમાં મૂળ વડોદરાના અને વ્યવસાયે જીએસટી એકાઉન્ટન્ટ સની નાગરની ધરપકડ કરી છે. આરોપીને બુધવારે મોડી સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ચોથી ફેબ્રુઆરી સુધી આરોપીને જયુડિશિયલ કસ્ટડીનો ઓર્ડર કરવામાં આવ્યો છે. સમગ્ર સ્કેન્ડલમાં અત્યાર સુધી 50થી વધુ લોકો સુધી રેલો ગયો છે. સમગ્ર સ્કેન્ડલમાં આરોપીએ 99 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી છે. જે પરત લેવાની તજવીજ હાલ ચાલી રહી છે. નોંધનીય છે કે જીએસટી બાદ સુરતમાં આ પહેલી ધરપકડ છે. તપાસકર્તા અધિકારીઓએ કહ્યુ કે આરોપી જીએસટી એકાઉન્ટન્ટ-કન્લ્ટન્ટ હોય ચોપડાઓ લખતા-લખતા ખોટી આઇટીસી મેળવવાનો કારસો રચી બેઠો હતો. 


 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી