Back કથા સરિતા

(પ્રકરણ - 76)
પ્રકરણ-13

EDનો દાવો મિશેલને અન્ય સંરક્ષણ સોદાઓમાં પણ નાણાં મળ્યાં હતાં

  • પ્રકાશન તારીખ06 Jan 2019
  •  
નવી દિલ્હી : વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડમાં ધરપકડ કરાયેલા કહેવાતા વચેટિયા મિશેલને અન્ય સંરક્ષણ સોદાઓમાં પણ નાણાં મળ્યા હતા. ઇડીએ શનિવારે દિલ્હીની એક અદાલતમાં આવો દાવો કર્યો હતો. ઇડીની માંગણી બાદ કોર્ટે મિશેલને 26 ફેબ્રુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. સ્પેશિયલ જજ અરવિંદકુમાર સમક્ષ ઇડીએ કહ્યું કે હેલિકોપ્ટર સોદામાં મિશેલને 24.25 મિલિયન યુરો અને 1.60 લાખ પાઉન્ડ મળ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે અન્ય સોદાઓમાં પણ તેને નાણાં મળ્યા હતા અને તેની પણ તપાસ કરાશે. રોકડ મેળવવા મિલકત ખરીદવા આરોપીએ હવાલા મારફતે પણ નાણાની લેવડ દેવડ કરી હતી. ઇડીએ એવી રજૂઆત કરી હતી કે તેને કસ્ટડીમાં મોકલવામાં આવે નહીં તો દેશ છોડીને ભાગી જઈ શકે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP