• Mother also jump in the well to save her son

national story / પતિના ઘરેથી નીકળ્યા બાદ પત્નીથી થઈ ગઈ આવી ભૂલ, પળવારમાં બદલી ગઈ પરિવારની જિંદગી

Mother also jump in the well to save her  son

Divyabhaskar.com

Jan 04, 2019, 04:32 PM IST

નેશનલ ડેસ્ક: ક્યારેક નાનકડી ભૂલ કે અસાવધાની જિંદગીભરનો અફસોસ આપી જાય છે. આવી જ એક ઘટના પશ્ચિમ બંગાળના જલાપાઈગુડ્ડી જિલ્લામાં બની. જલપાઈગુડ્ડીમાં હસતાં ખેલતાં પરિવારની જિંદગી પળવારમાં પરિવારમાં બદલાઇ ગઈ. પંશ્વિમ બંગાળના જલપાઇગુડ્ડીના એક એક નાનકડા ગામમાં 2 રૂમના એક નાનકડા મકાનમાં આ પરિવાર ખુશીથી રહી રહ્યો હતો.


સવાર સુધી તો બધું જ બરોબર ચાલતું હતું. પતિ માનસના ગયા બાદ પત્નીને શૌચાલય જવું હતું. જે ઘરની બહાર નજીકમાં હતું. દસ મહિનાના બાળકને એકલા છોડીને જવાનું માનું મન ન થયું તેથી તે બાળકને સાથે લઈને ગઇ. બાથરૂમમાંથી બહાર નીકળ્યા બાદ તે નજીકના કૂવામાંથી પાણી લેવા ગઇ. આ દરમિયાન તેના દીકરો ગૌરવને તેણે તેના એક હાથમાં જકડીને રાખ્યો હતો.

કૂવામાંથી બાલટી કાઢતી વખતે અચાનક જ તેનું બેલેન્સ બગડ્યું અને હાથથી બાળક છૂટી ગયું અને તે કૂવામાં પડી ગયું. આ ઘટના બાદ મા એકદમ બેબાકળી બની ગઇ. બચાવવા માટે અને મદદ માટે તેમણે બૂમો પાડી ત્યારબાદ તેને પણ કંઇ ન સૂઝ્યું અને તે કૂવામાં બાળકની પાછળ કૂવામાં પડી ગઈ. આસપાસના લોકો એકઠા થઇ ગયા.


આસપાસના લોકોએ બાળક અને તેની માને ભારે જહેમત બાદ કૂવામાંથી બહાર કાઢી. મહિલાને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેને જલપાઈગુડ્ડી હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવી. જો કે તેના દીકરા ગૌરવને ન બચાવી શકાયો. મહિલાની હાલત વધુ બગડતા તેને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવી. હાલ શમ્પા સિલીગુડીના એક નર્સિગ હોમમાં મહિલા માસૂમના ગુમાવવાના આઘાત સાથે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

ઘટનાની જાણ થતાં મહિલાનો પતિ માનસ તાબડતોબ હોસ્પિટલ પહોંચ્યો હતો. જો કે ત્યાં સુધીમાં તેના હસતાં ખેલતા પરિવારને મોતનું ગ્રહણ લાગી ગયું હતું. આંખોની સામે પરિવારને ઉજડતાં જોઈને માનસ સ્તબ્ધ થઇ ગયો છે અને પત્ની પણ આઘાતમાંથી બહાર નથી આવી. એક નાનકડી બેદરકારી અને ભૂલને કારણે પરિવારની ખુશી પળવારમાં લૂંટાઈ ગઈ.

X
Mother also jump in the well to save her  son

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી