મોબાઈલ પાણીમાં પડી જાય તો યાદ રાખો આ ટ્રિક્સ, નહિતર આવશે પસ્તાવાનો વારો

what to do if mobile sink in water

Divyabhaskar.co.in

Oct 03, 2018, 07:58 PM IST

સ્માર્ટફોન પલળે તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? આ સવાલ દરેક સ્માર્ટફોન યુઝર્સના મગજમાં ફરતો જ હોય છે. આજે અમે તમને બતાવીશું એક ખાસ ટ્રિક્સ કે જે જો તમે પણ ફોલો કરશો તો ચોક્કસ લાભ જ થશે તેમજ તે મોબાઈલ રિપેરીંગ કરવામાં પણ ઓછામાં ઓછો ખર્ચો આવશે. એટલું અવશ્ય યાદ રાખો કે જ્યારે પણ તમારો મોબાઈલ પલળી જાય તો એ ચેક કરવા માટે કોઈ પણ ઉપકરણ સાથે તરત જ ના જોડો કે તે ચાલુ છે કે બંધ તેને બહારથી શક્ય તેટલો કોરો કરીને પછી તે ફોનને તમે ચોખાની અંદર મૂકી દો, અથવા તો તમે જે ડબ્બા કે વાસણમાં ચોખા રાખો છો તેમાં રાખો. ભૂલથી પણ તેને ડ્રાયરથી સૂકવવાનો પ્રયત્ન ના જ કરતા કેમ કે જો તમે એવું કરશો તો ચોક્કસ તે મોબાઈલની સ્ક્રિન અને ડિસ્પ્લે તેની ગરમીથી વધુ બગડી જશે. તેમજ તેને ભીની હાલતમાં ક્યારેય પણ ચાર્જિંગ કરવા માટે ના મૂકો.

X
what to do if mobile sink in water

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી