ટ્રેક્ટરનો તરખાટ / આઘા રહેજો ટ્રેક્ટર ગાંડું થયું છે, એન્જિન ઊંચું કરી હાઈવે પર કર્યા ધમપછાડા, ડ્રાઈવર અને મુસાફરોનો થયો આવો સીન

Hand Tractor Accident Sri lanka

Divyabhaskar

Jan 13, 2019, 01:03 PM IST

વીડિયો ડેસ્ક: શ્રીલંકામાં એક નાના ટ્રેકટરનો અજીબોગરીબ અકસ્માત થયો હતો જેના સીસીટીવી પણ બહાર આવ્યા હતા. આ એવો અકસ્માત હતો કે જેના સીસીટીવી જોયા બાદ જ વિશ્વાસ આવે કે આવી ઘટના સાચે જ ઘટી હશે.પેસેન્જર ભરીને જતું આ ટ્રેકટર અચાનક જ જાણે કે કોઈ ભટકતો આત્મા જ તેને ચલાવતો હોય તેમ ટર્ન મારીને ત્યાં જ ચક્કર મારવા લાગે છે. એક ક્ષણે તો એવું જ લાગે કે આ ટ્રેકટરને તરત જ કાબૂમાં લઈ લેવાશે પણ એવું થયું જ નહોતું. ડ્રાઈવર અને તેની સાથે જ નીચે પડેલો અન્ય વ્યક્તિ બહુ જ ધમપછાડા કરે છે તો પણ તેને રોકી શકતા નથી. અને થોડી જ વારમાં તે આગળ જઈને પટકાય છે. સદનસીબે તેમાં સવાર લોકોને પણ સામાન્ય ઈજાઓ જ થઈ હતી.

X
Hand Tractor Accident Sri lanka

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી