ભેંસ ચરાવવા ગયેલા આ ગુજરાતી દાદા રાતોરાત સોશિયલ મીડિયામાં છવાયા, એક થેલીએ કર્યો કમાલ

Reality of cotton farmers in Gujarat, Viral video

Divyabhaskar.com

Oct 26, 2018, 06:27 PM IST
અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ગામના એક દાદા ખેતરેથી પરત ફરી રહ્યા છે અને તેના હાથમાં એક થેલી છે. ખેડૂતોની જે થેલીમાં સામાન્ય રીતે શાકભાજી હોય છે, એ થેલીમાં આ દાદા કપાસ ભરીને લાવી રહ્યા છે. ગામમાં પહોંચતા જ કોઈ તેમને પૂછે છે કે, હે બાપા કપાસ વીણવા ગ્યા તા, તો દાદા જવાબ આપે છે કે, ના ભેંસ ચારવા ગ્યો તો પણ વળતા કપાસની થેલી ભરતો આવ્યો. હકિકતમાં આ વીડિયો ખેડૂતોની વાસ્તવિકતા છતી કરે છે. જે ગામમાં દર વર્ષે કપાસની ગાડીઓ ભરાતી હોય છે ત્યાં આ વખતે ખેડૂતોએ થેલીમાં ભરીને કપાસ લાવવો પડે છે. સમયસર વરસાદ ન થતાં ખેડૂતોના આ વર્ષે શું હાલ થયા છે તે આ વીડિયો પરથી સમજી શકાય છે.
X
Reality of cotton farmers in Gujarat, Viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી