સામાન્ય ખેડૂતે શોધ્યો ખેતરમાંથી નિરણ વાઢવાનો જુગાડ, ભંગારના મશીનથી કરી કરામત, વીડિયો વાઇરલ

Punjab Farmer Unique Idea

DivyaBhaskar.com

Oct 27, 2018, 08:02 PM IST
સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખેતરમાં ઘાસ કે નિરણ વાઢવાની જુગાડું ટેકનિકનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈ ખેડૂતે એક્કા સાથે ભંગારનું મશીન જોડી દીધુ છે. ખેડૂતે આગળ દોરી ખેંચી છે જેથી મશીન બંધ ન પડે. આ મશીન સાથે રાપ જેવું ધારદાર કટર લગાવી દીધું છે. જ્યારે એક્કો ચાલે છે તો મશીનની કટર નિરણ વાઢવાનું કામ ચાલુ કરે છે. જેમજેમ એક્કો ચાલતો જાય તેમતેમ મશીન નિરણ વાઢતું જાય છે. આ મશીન એક સાથે બે-ત્રણ ક્યારા જેટલી જગ્યા લેતું જાય છે. ખેડૂતનો આ જુગાડ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

X
Punjab Farmer Unique Idea

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી