પાડા પાસે એક્ટિવા કે કારનું શું ગજું? શેરીમાં વાહન પાર્ક કરતા હો તો જરૂર જુઓ આ વીડિયો

he-buffalo attack in street

DivyaBhaskar.com

Nov 26, 2018, 12:54 PM IST
શક્તિશાળી પાડા પાસે એક્ટિવા કે કાર જેવા વાહનોનું શું ગજું? આ આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પાડો શેરીમાં જોવા મળે છે. આ પાડો શેરીમાં પડેલા વાહનોમાં માથા મારી રહ્યો છે. પહેલાં તો આ પાડો માથા મારી મારીને કારમાં ઘોબા પાડી દે છે. ત્યારબાદ એક્ટિવામાં શીંગડા ભરાવી રમકડાંની જેમ દીવાલ બાજુ ફગાવી દે છે. શેરીમાં રહેલા કેટલાક લોકો આ બધુ જોઈ રહ્યા છે, જો કે કોઈ તેની પાસે જવાની હિંમત કરતું નથી. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો આ વીડિયો ગુજરાતનો જ હોવાનું મનાય રહ્યું છે.
X
he-buffalo attack in street

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી