‘જય ગિરનારી’ના નાદથી ગૂંજ્યું જૂનાગઢ, લીલી પરિક્રમામાં રેકોર્ડ બ્રેક 9 લાખ યાત્રાળુઓ ઉમટ્યા

Girniar Lili Parikrama

DivyaBhaskar.com

Nov 20, 2018, 06:26 PM IST
જૂનાગઢઃ ગિરનારની લીલી પરિક્રમાને સોમવારે રાત્રે 12 વાગ્યે વિધિવત પ્રારંભ થયો છે. પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયા તે પહેલા 6 લાખ જેટલા યાત્રાળુઓ પરિક્રમા પૂર્ણ કરી ઘરે પહોંચી ગયા છે. સોમવારનાં મોડી રાત્ર સુધીમાં નવ લાખ યાત્રાળુઓએ નળપાણીની ઘોડી વટાવી છે. હજુ ત્રણ લાખ જેટલા યાત્રાળુઓ થવાનો અંદાજ છે. ચાલુ વર્ષે યાત્રાળુઓની સંખ્યા 12 લાખને આંબી જવાની સંભાવનાં છે. ગિરનારની લીલી પરિક્રમાનો 17 નવેમ્બરથી પ્રારંભ થઇ ગયો હતો જોકે વિધીવત પ્રારંભ સોમવારની રાત્રે 12 વાગ્યે થયો હતો. જય ગિરનારીનાં નાદ સાથે યાત્રાળુઓએ વિધીવત પ્રારંભ કર્યો હતો. વિધીવત પરિક્રમાનો પ્રારંભ થાય તે પહેલા 6 લાખ જેટલા યાત્રાળુઓ પરિક્રમા પૂર્ણ કરી ઘરે પહોંચી ગયા છે. જયારે મોડીરાત સુધીમાં 9 લાખ જેટલા યાત્રાળુઓએ નળપાણીની ઘોડી વટાવી છે. ચાલુ વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે જેણે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પરિક્રમા રૂટ પર હજુ 3 લાખ યાત્રાળુઓ હોવાનું વન વિભાગનાં સુત્રો કહી રહ્યા છે જયારે પરિક્રમાનો આંકડો 12 લાખને આંબી જશે. 2009 થી 2017 સુધીમાં કુલ 68,65,627 યાત્રાળુઓએ પરિક્રમા કરી છે પરંતુ ચાલુ વર્ષની સંખ્યાએ 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. વર્ષ 2013,14,15માં 9 લાખ યાત્રાળુઓ નોંધાયા હતા આ સંખ્યા આજે પૂર્ણ થઇ ગઇ છે.

X
Girniar Lili Parikrama

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી