• Home
  • Dvb
  • Dbv
  • Whirlwind blows away cumin in farm, video goes viral

ઊડતું જીરું! / અચાનક વંટોળિયો આવ્યો અને વાઢેલું તૈયાર જીરું ઊડ્યું, ગણતરીની સેકંડોમાં જ ખેતર સાફ, ગુજરાતનો વીડિયો વાઇરલ

Whirlwind blows away cumin in farm, video goes viral

Divyabhaskar.com

Mar 11, 2019, 04:43 PM IST

વીડિયો ડેસ્કઃ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગુજરાતના સુરેન્દ્રનગર કે વીરમગામ પંથકનો હોવાનું માનવામાં આવે છે. આ વીડિયો કોઈ ખેતરનો છે, જ્યાં વાઢેલું તૈયાર જીરું ઊડી રહ્યું છે. ખેતરમાં લોકો કામ કરી રહ્યા છે, અને અચાનક જ જોરદાર વંટોળિયો આવે છે. આ સાથે જ ખેતરમાં વાઢેલું તૈયાર જીરું ઊડવા લાગે છે. વીડિયોમાં જીરુંને ઊંચે-ઊંચે ઊડતું જોઈ શકાય છે, અને વંટોળની સાથે સાથે ખેતરમાં પડેલું વાઢેલું તૈયાર જીરું ઊડતું જાય છે. આ દરમિયાન ટ્રેક્ટરચાલક આ દૃશ્યોને કેમેરામાં કેદ કરી લે છે.

X
Whirlwind blows away cumin in farm, video goes viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી