FUNNY: પેપર લિક બાદ ગુજરાતના યુવાખેડૂતનો પિત્તો છટક્યો, ખેતરમાં રમણભમણ કરી નાખ્યું

Viral video of Farmer after paper leak

Divyabhaskar.com

Dec 03, 2018, 02:46 PM IST
વીડિયો ડેસ્ક: ગુજરાત પોલીસમાં લોકરક્ષકદળની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પેપર લિક થતાં ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી જણાવ્યું હતું કે, પેપર લિક થયું હોવાની તેમને માહિતી મળી છે. જેથી આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. પરીક્ષા રદ થતાં લાખો ઉમેદવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પેપર લિક થતાં લોકો સોશિયલમાં અનેક પ્રકારની ફની ટિપ્પણી કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક ફની વીડિયો વાઈરલ થયો છે. એક યુવાખેડૂત ખેતરમાં આડેધડ ટ્રેક્ટર ચલાવીને ખેતરને ખેડી રહ્યો છે. લોકો આ વીડિયોને ઉમેદવારના ગુસ્સાના પ્રત્યાઘાતરૂપ જોઈ રહ્યા છે.

X
Viral video of Farmer after paper leak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી