Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-635

આવું તે કેવું ભણતર? શિક્ષકે વિદ્યાર્થિનીઓને લાતો મારીને કહ્યું તમારે ભણવાનું ના હોય મજૂરી કરો, રડતાં રડતાં માસૂમોએ વર્ણવ્યું શિક્ષકનું આદિવાસીઓ પ્રત્યેનું ઓરમાયું વર્તન

  • પ્રકાશન તારીખ04 Nov 2018
  •  

દાહોદના આદિવાસી વિસ્તારમાં આવેલી એક સરકારી શાળાનો આ વીડિયો આપણી સંવેદનાને હચમચાવી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં આખી ઘટનાનું વર્ણન કરીને અપલોડ કરનાર વ્યક્તિએ લખ્યું હતું કે આ વીડિયો દાહોદની એક શાળાનો છે. એક શિક્ષક આ બાળકીઓને તમે આદિવાસીઓ છો તમારે ભણવાનું નહીં મજૂરી કરવાની તેમ કહીને લાતો મારતો હતો. આ શિક્ષક સાથે સાથે સીઆરસી તરીકે પણ કાર્યરત છે. હવે જો વીડિયોની વાત કરીએ તો સરકારી શાળાના ક્લાસમાં કેટલીક વિદ્યાર્થિનીઓએ રડતાં રડતાં તેમની પર કરવામાં આવેલા શારીરિક અને શાબ્દિક પ્રહારોનું વર્ણન કર્યું હતું. એ શિક્ષકે તેમને અન્ય સવર્ણ કે ઉચ્ચ જ્ઞાતિના બાળકોથી તો દૂર બેસાડી જ હતી પણ સાથે સાથે લાતો પણ મારી હતી. અન્ય એક બાળકી બાળકી કે જેને સાંભળીએ તો એવું ના લાગે કે આ કોઈ માસૂમ વિદ્યાર્થિનીના શબ્દો છે એ હદે તેનામાં આક્રોશ જોવા મળ્યો હતો.ખોળામાં અન્ય એક વિદ્યાથિની કે જેને તાવ આવ્યો હોવાાથી સૂતી હતી એટલે સમજી શકાય છે કે આખો ઘટનાક્રમ ત્યાંથી જ શરૂ થયો હોવો જોઈએ.એક શિક્ષક કે જે સમાજનું ઘડતર સારી રીતે થાય તે માટેનું પાયાનું પગથિયું કહી શકાય તેના જ દ્વારા કરવામાં આવતું આવું ઓરમાયું વર્તન કેટલા અંશે યોગ્ય? શું સમાજમાં છેવાડાના વ્યક્તિને કે વર્ગને વિકાસ કરવાનો કોઈ જ હક્ક નથી? શું મજૂરી કરવાનું કામ કોઈ એક સમાજ કે વર્ગનું જ છે? જો આવી જ માનસિકતા અત્યારથી કુમળા વયના બાળકોમાં ઘર કરી જશે તો ક્યાંથી મજબૂત સમાજની રચના થશે? સવાલો તો અનેક છે પણ કદાચ તેના જવાબ શોધવા માટે આજે લાગતા વળગતા અધિકારીઓ કે સત્તાધીશો પાસે પાસે સમય જ નથી. કદાચ આ માસૂમ ભૂલકાઓ કે જે હજુ ભણી રહ્યા છે તે વોટબેન્ક નથી એક કારણ એ પણ હોઈ શકે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP