ઓવરટેક કરતા ટ્રકનો ભયાનક એક્સિડેન્ટ, અચાનક એવી પલટી મારી કે પાછળ આવતી કારમાં બેસેલા લોકો ચીસો પાડી ગયા, સેકન્ડોમાં જ ખેલ ખતમ

video viral of truck accident

Divyabhaskar.com

Dec 09, 2018, 05:54 PM IST
વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો ટ્રક એક્સિડેન્ટનો છે. ફૂલ સ્પીડમાં ટ્રક હાઈવે પર જઈ રહી છે. પાછળ આવી રહેલી કારમાંથી કોઈ વ્યક્તિ હાલક ડોલક થતી ટ્રકનો વીડિયો ઊતારે છે. એક ટાયર ડિવાઈડર સાથે ઘસાતું ઘસાતું જાય છે. થોડી વારમાં જ આ ટ્રક બીજી ટ્રકને ઓવરટેક કરે છે. ઓવરટેક થતાની સાથે જ આ ટ્રક પલટી મારી જાય છે. આ ટ્રક એવી રીતે પલટી મારે છે કે, પાછળ આવતી કારમાં સવાર લોકો આ દૃશ્ય જોઈ ચીસો પાડી જાય છે. આ અકસ્માત ક્યાં સર્જાયો તે જાણી શકાતું નથી.

X
video viral of truck accident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી