ડીઝલનું ટેન્કર પલટી જતાં લોકોએ ડબલે-ડબલાં ભરીને લૂંટ ચલાવી, પાણીની જેમ ડીઝલનાં બેડાં ભર્યાં, વીડિયો વાઈરલ

Video viral of Diesel robbery in aechhvada

Divyabhaskar.com

Dec 03, 2018, 05:34 PM IST

વીડિયો ડેસ્ક: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના તાલુકાના એછવાડા ગામ પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. કોઈ કારણસર ટેન્કર પલટી ખાઈ જતાં તેમાં રહેલું ડીઝલ ઢોળાઈ ગયું હતું. ડીઝલ રોડની સાઈડમાં આવેલી ગટરમાં ઢોળાતાં લોકો ડીઝલ લેવા માટે આવી પહોંચ્યા હતા. નાના મોટા સૌ કોઈ ડબલાં, ડોલ અને બેડાં લઈને આવી પહોંચ્યા હતા. જેને જેટલું હાથમાં આવ્યું એટલું ડીઝલ લઈને ભાગી ગયા હતા. ડીઝલ લઈને જતાં લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

X
Video viral of Diesel robbery in aechhvada

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી