વૅલેન્ટાઇન સ્પેશિયલ / વૅલેન્ટાઈન ડે નિમિત્તે ગુજરાતી કલાકારોએ તૈયાર કર્યું સોંગ

special song on valentine day

DivyaBhaskar.com

Feb 11, 2019, 05:28 PM IST
વીડિયો ડેસ્કઃ વેલેન્ટાઇન ડે નિમિત્તે રાજકોટની એક ટીમે આ ગીત તૈયાર કર્યું છે. કવન પોટા, ગાથા પોટા અને ધૈર્ય રાજપરાએ આ ગીતને તૈયાર કર્યું છે. કવન પોટા રાજકોટમાં હોમિયોપેથી ડોક્ટર છે. તેઓ શોખ માટે વીડિયો પ્રોડક્શનનું કામ કરે છે. આ ગીતમાં ગાથા પોટા, કવન પોટા, ધૈર્ય રાજપરાએ અવાજ આપ્યો છે અને સમીર પોટાએ આ ગીત લખ્યું છે. શૂટિંગ, ડાયરેક્શન અને એડિટ કવન પોટા, ઓડિયો એન્જિનિયરિંગ ધૈર્ય રાજપરા અને હિરેન સોનીએ કર્યું છે. તેઓની યૂટ્યૂબ પર RajkotBlues નામે એક ચેનલ છે. જેમાં આ સિવાય પણ અનેક પ્રકારના વીડિયો બનાવી મૂકેલા છે. કવન પોટાની ટીમે પહેલી વાર આ પ્રકારનો વીડિયો બનાવ્યો છે અને લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. કવન પોટા, ધૈર્ય રાજપરા અને ગાથા પોટાનો ઉદ્દેશ જૂનાં ગુજરાતી ગીતોને લોકમુખે લાવવાનો છે. આથી તેઓ જૂનાં ગુજરાતી ગીતોને નવા સ્વરૂપે મૂકી નવી પેઢીને પસંદ પડે એ પ્રકારનું કામ કરી રહ્યા છે.
X
special song on valentine day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી