દક્ષિણ ગુજરાતમાં આવેલું ઐતિહાસિક સોમનાથ મંદિર, જુઓ ડ્રોન નજારો

Somnath Temple in Bilimora navsari

Divyabhaskar.com

Sep 12, 2018, 10:21 PM IST
બીલીમોરાઃ સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ સોમનાથ મંદિર આવેલું છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના સૌથી મોટા શહેર બીલીમોરામાં આ ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિર ગણદેવીથી 6 કિલોમીટર દૂર છે. આ ધાર્મિક સ્‍થળે વર્ષો પુરાણુ સ્‍વંયભૂ શિવલિંગ છે. દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન એક માસ સુધી મેળો ભરાય છે, જેમાં સોમવારના દિવસે તો અહીં દર્શનાર્થીઓની ભારે ભીડ જામે છે. ઉપરાંત અહીં દર વર્ષે મહાશિવરાત્રી ઉત્‍સવ પણ યોજાય છે. આ પર્વ નિમિત્તે અહીં ઘીમાંથી બનાવવામાં આવેલું કમળ ચઢાવવામાં આવે છે. આ સિવાય અહીં ગાયત્રી શક્તિપીઠ, જલારામ મંદિર, બ્રહ્માકુમારી જેવાં દર્શનીય સ્થળો પણ આવેલાં છે. સોમનાથ મંદિરનો આ અદભુત વીડિયો જયમીન પટેલ દ્વારા બનાવવામાં આવ્યો છે.
X
Somnath Temple in Bilimora navsari

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી