નંદીશાળા / અમરેલીઃ નિરાધાર બળદોને દામનગરની નંદીશાળામાં આશરો આપ્યો, 250થી વધુ બળદોનાં પાલનપોષણ માટે યુવાનોએ બીડું ઝડપ્યું

shree sardar nandishala at damnagar in amreli

Divyabhaskar.com

Jan 03, 2019, 07:00 PM IST
વીડિયો ડેસ્કઃ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ખાતે ઘનશ્યામનગર યુવક મંડળ દ્વારા શ્રી સરદાર નંદીશાળાની શરૂઆત કરવામાં આવી છે. આ નંદીશાળામાં 250થી વધુ બળદો આશરો લઈ રહ્યા છે. યુવાનોએ રસ્તે રઝળતાં બળદોને જોયા હતા. આથી તેઓએ દામનગરમાં નંદીઓ માટે આ શાળા શરૂ કરી છે. નંદીશાળામાં લૂલા, લંગડા, અશક્ત બળદોને રાખવામાં આવે છે. બળદોને ઘાસચારો નાખવા સહિત તેમનું પાલનપોષણ કરવામાં આવે છે. તો લોકો પણ આ બળદો માટે ઘાસચારો આપે છે અને પૂણ્યનું કામ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં લોકો યુવાનોની આ પહેલને સરાહી રહ્યા છે.
X
shree sardar nandishala at damnagar in amreli

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી