વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'નું સોંગ તમે સાંભળ્યું? સુખવિન્દરસિંહે ચાર ચાંદ લગાવી દીધા

Sardar Vallabhbhai Patels Statue of Unity Song

Divyabhaskar.com

Oct 30, 2018, 04:37 PM IST
કેવડિયા: નર્મદા જિલ્લામાં કેવડિયાકોલોની ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી તૈયાર થઈ ગઈ છે. 31મી ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રતિમાનું ઉદઘાટન કરશે. તેમજ અહીં વેલી ઓફ ફલાવરને તૈયાર કરવા માટે 115 જાતિના 23.33 લાખ ફૂલોનો ઉછેર કરાયો છે. 31મીએ વડાપ્રધાનના હસ્તે વેલી ઓફ ફલાવરનું પણ લોકાર્પણ કરાશે. સમગ્ર વિશ્વનું ધ્યાન હાલ કેવડિયામાં કેન્દ્રીત થયેલું છે અને તેનું કારણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. રાજય સરકાર દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના તા. 31મી ઓકટોબરે યોજાનારા લોકાર્પણ કાર્યક્રમમાં નક્કી કરાયેલા ફલાવર વેલી, મ્યુઝિયમ, ટેન્ટ સીટી, બોટિંગ સહિતના આકર્ષણ ઊભા કરવાનું નક્કી થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે એક વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બોલિવૂડના ગાયક સુખવિન્દરસિંહે અવાજ આપ્યો છે.
X
Sardar Vallabhbhai Patels Statue of Unity Song

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી