સેવા / અમદાવાદની VSમાં છેલ્લાં 8 વર્ષથી સ્વખર્ચે 100થી 150 દર્દીઓ-સગાંઓને જમાડતાં ડૉક્ટર, ક્વૉલિટી સાથે કોઈ બાંધછોડ નહીં

Provide food to poor patients in vs hospital

Divyabhaskar.com

Feb 02, 2019, 08:36 PM IST
વીડિયો ડેસ્કઃ NHL મ્યુનિસિપલ મેડિકલ કૉલેજના પ્રોફેસર ડૉ. પ્રતીક પટેલ દર્દીઓને જમાડી સેવાનું કામ કરી રહ્યા છે. ડૉ. પ્રતીક પટેલ છેલ્લાં આઠ વર્ષથી રોજ 100થી 150 દર્દીઓને જમાડે છે. વળી સાતેય દિવસનું મેન્યૂ પણ અલગ હોય છે. NHLની કેન્ટિનમાં જે ભોજન ડીન, સુપરિન્ટેન્ડેન્ટ, પ્રોફેસર અને સ્ટૂડન્ટ્સ માટે બને છે, એ જ ભોજન દર્દીઓને અપાય છે. ડૉ. પ્રતીક પટેલનો પરિવાર 8 વર્ષ પહેલાં અમેરિકા ગયો હતો. ત્યારે તેમને થોડા દિવસ ફાસ્ટફૂડથી જ ચલાવવું પડ્યું. એ દરમિયાન જ તેમને વિચાર આવ્યો કે, છત્તે રૂપિયે જમવામાં તકલીફ પડે છે, તો જેમની પાસે પૈસા જ નથી એવા લોકોનું શું થતું હશે? બસ, આ વિચારથી જ તેમણે બીજા જ દિવસથી તેમણે સ્વખર્ચે હૉસ્પિટલમાં દાખલ ગરીબ ગર્ભવતીઓને શીરો ખવડાવવાનું શરૂ કર્યું. આજે તેઓ દર્દીઓ ઉપરાંત સાથે તેમનાં સગાંસંબંધીઓને પણ જમાડે છે. દરરોજ બે શાક, કઠોળ અને પાંચ રોટલી સાથે આ સેવા શરૂ થઈ. ડૉ. પ્રતીક પટેલ કહે છે કે, ગરીબોને જે ખવડાવીએ છે તેની ક્વૉલિટી અને કૉન્ટિટી સાથે ક્યારેય સમાધાન કર્યું નથી. કેન્ટિનનું સંચાલન કરાનારા બિપીનભાઈ પણ ઇમાનદારીથી રસોઈ બનાવી આ સેવાયજ્ઞમાં યોગદાન આપી રહ્યા છે.
X
Provide food to poor patients in vs hospital

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી