હાજી રમકડું / ડાયરાનો જાદુગર 'હાજી રમકડું, ઢોલક પર થાપ પડે કે માહોલ જામી જાય, ગાયકને નહીં આ કલાકારને જોતા રહે છે લોકો

Old video viral of haji ramakadu

Divyabhaskar.com

Jan 08, 2019, 07:12 PM IST

વીડિયો ડેસ્કઃ જૂનાગઢમાં રહેતા હાજીભાઈ કાસમભાઈ મીર ગુજરાતનું ગૌરવ છે. કોઈ જગ્યાએ ડાયરો હોય ને ભજનિકના ગળામાંથી લોકરસની સરવાણી વહેતી હોય. આવા સમયે જ્યારે 'હાજી રમકડું' ઢોલક પર થાપ મારે કે સમગ્ર વાતાવરણ સંગીતમય બની જાય. હાજીભાઈને ગુજરાત આખું 'હાજી રમકડું' નામથી ઓળખે છે. સોશિયલ મીડિયામાં હાજીભાઈનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સંગીતમાં રસતરબોળ હાજીભાઈ તાલ સાથે તાલ મિલાવી ડાયરામાં મોજ કરાવી રહ્યા છે. ગરીબાઈને કારણે હાજીભાઈ બે ધોરણ સુધીનો અભ્યાસ કરી શક્યા હતા. તેઓએ 7 વર્ષની ઉંમરથી તબલાં શીખવાની શરૂઆત કરી હતી. તેઓએ ગાયોના લાભાર્થે થતાં ડાયરાઓ સૌથી વધુ કર્યા છે. દિવાળીબહેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, ભીખુદાન ગઢવી સહિત અનેક કલાકારો સાથે તેઓએ ઢોલક વગાડી ડાયરામાં જમાવટ પાડી છે.

X
Old video viral of haji ramakadu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી