Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-232

Video: મુંબઈની યુવતી અને અમદાવાદી યુવકે બનાવ્યું નવરાત્રી સ્પેશિયલ ‘ગરબા મૅશ-અપ’

  • પ્રકાશન તારીખ15 Sep 2018
  •  

અમદાવાદઃ નવરાત્રીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ નવરાત્રીએ ધૂમ મચાવે તેવું એક ગરબાનું મૅશ-અપ સોંગ ‘જાનકી મ્યુઝિક વર્ક્સ’ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ગીત મૂળ ગુજરાતી ગાયિકા જાનકી મહેતા અને અમદાવાદી અર્પણ મહિડાએ ગાયું અને કમ્પોઝ કરી રિક્રિએટ કર્યું છે. જાનકી ‘જાનકી એન્ડ ફ્રેન્ડ્સ’ નામનું મુંબઈમાં પોતાનું બેન્ડ ચલાવે છે. યુટ્યુબ પર તેની ‘જાનકી મ્યૂઝિક વર્ક્સ’નામની ચૅનલ પણ છે. જેના પર તે પોતે ક્રિએટ કરેલાં સોંગ્સ મૂકે છે.

ગુજરાતી ગરબાને અનોખી રીતે રજૂ કરનાર જાનકીએ DivyaBhaskar.com સાથે વાતચીત કરી હતી. જાનકીએ કહ્યું કે, ‘હું મુંબઈમાં જ જન્મીને મોટી થઈ છું. મારું ફેમિલી ઘણાં વર્ષોથી મુંબઈ જ રહે છે. અમે મૂળ અમરેલીનાં વતની છીએ.’ જાનકીને તેના મ્યૂઝિકના શોખ વિશે પૂછતાં તેણે કહ્યું કે, ‘મને નાનપણથી જ મ્યુઝિકનો શોખ હતો. કેમ કે, મારાં દાદી રેડિયો પર ગાતાં હતાં. મને મારા દાદી પાસેથી જ સંગીતની પ્રેરણા મળી છે.’

અમદાવાદી અર્પણે DivyaBhaskar.com સાથે વાત કરતાં જણાવ્યું કે,‘ હું મૂળ જામનગરનો વતની છું અને છેલ્લાં ઘણાં વર્ષોથી અમદાવાદ રહું છું. મને નાનપણથી સંગીતમાં ખૂબ ઇન્ટરેસ્ટ હતો અને અત્યારે હું મ્યુઝિક કમ્પોઝર, મ્યૂઝિક પ્રોગ્રામર, સિંગર છું.’ આ ગીતના ક્રિએશન વિશે પૂછતાં અર્પણે કહ્યું કે, ‘જાનકી મુંબઈ અને હું અમદાવાદ હોવાથી બંનેને સાથે રહી મૅશ-અપ માટે સોંગ પસંદ કરવા અને કમ્પોઝ કરી શકીએ તેવું પોસિબલ નહોતું. તો અમે બંને સ્કાઈપ પર વીડિયો કૉલ કરી ગરબાનું મૅશ-અપ તૈયાર કર્યું હતું. ત્યાર બાદ ગીતનું શૂટિંગ પૂણેમાં અનકટ સ્ટોરીઝ પ્રોડક્શને કર્યું છે.’

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP