Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2975

મહેસાણાઃ ભાડૂં ન પોસાતાં 5 મુસાફરોએ ના પાડી અન્ય ગાડીનો સંપર્ક કર્યો, રોષે ભરાયેલાં ઈકો ડ્રાઈવરે વાયર અને લાકડીથી માર્યો માર

  • પ્રકાશન તારીખ24 Mar 2019
  •  
વીડિયો ડેસ્કઃ મહેસાણામાં ખાનગી કાર ડ્રાઈવરોનો કેવો આતંક છે તે તમે આ વીડિયો પરથી સમજી જશો. મહેસાણામાં પાંચ મુસાફરોએ ભાડૂં ન પોસાતાં ઈકો ડ્રાઈવરને ના પાડી હતી. અને અન્ય ડ્રાઈવરનો સંપર્ક કર્યો હતો. બસ, આ વાતથી ઈકો ડ્રાઈવર રોષે ભરાયો હતો. પોતાના મુસાફરો અન્ય ગાડીનો સંપર્ક કરતાં ડ્રાઈવરે પાંચ મુસાફરોને લાકડી અને વાયરથી ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ હચમચાવી દેનારાં દ્રશ્યો મહેસાણામાં ખાનગી ડ્રાઈવરોની દાદાગીરીને ખૂલ્લી પાડે છે. પોલીસ પણ આવા ડ્રાઈવરો પર અંકુશ મેળવવામાં નિષ્ફળ ગઈ છે. વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ કાર્યવાહીની વાતો તો કરે છે. પણ મુસાફરોને આ રીતે માર ખાવાનો વારો આવે તે જ પોલીસની નિષ્ફળતાની ચાડી ખાઈ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP