• Home
  • Dvb
  • Dbv
  • Man teach a lesson to Bike rider who spit on road in Bihar

સબક / ચાર સવારીમાં જતો હતો બાઈકચાલક, ટ્રાફિકમાં કરી આવી હરકત, બીજી જ મિનિટે અન્ય યુવકે ભણાવ્યો બરાબરનો પાઠ

Man teach a lesson to Bike rider who spit on road in Bihar

Divyabhaskar.com

Mar 06, 2019, 03:47 PM IST
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં બિહારનો એક વીડિયો જોરશોરથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો પટણાના કોઈ ચાર રસ્તાનો હોવાનું કહેવાય છે. ટ્રાફિક સિગ્નલ બંધ છે અને વાહનો રોકાયેલા છે. એવા સમયે ચાર સવારીમાં જતો બાઈકચાલક રસ્તા પર થૂંકે છે. આ સાથે જ બાજુમાં રહેલો બાઈકચાલક તરત જ નીચે ઊતરીને યુવકને પાઠ ભણાવવાનું શરું કરે છે. આ યુવક કહે છે કે, તમારા બાઈક પર થૂંકું? આ સાથે જ તે આસપાસના વાહનચાલકોને પણ પૂછે છે કે, આ સારું લાગે છે? છેલ્લે તે યુવકને પણ કહે છે કે શું તમે ઘરમાં પણ આ રીતે થૂંકો છો? જો કે, બાઈકચાલક પોતાની ભૂલ કબૂલે છે. ચાર રસ્તા પર યુવકે હિંમત બતાવતા લોકો તેના વખાણ કરી રહ્યા છે.
X
Man teach a lesson to Bike rider who spit on road in Bihar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી