મેકિંગ પ્રોસેસ / ઈસ્કોન મંદિરમાં ખીચડી પ્રસાદ કેવી રીતે બને છે? પહેલી વાર જુઓ ટેસ્ટી ખીચડીની મેકિંગ પ્રોસેસ, વર્ષો બાદ પણ એ જ ટેસ્ટનું આ છે રહસ્ય

Making process of iskcon temple khichdi

Divyabhaskar.com

Feb 07, 2019, 06:52 PM IST
વીડિયો ડેસ્કઃ અમદાવાદના એસજી હાઈવે પર આવેલું ઈસ્કોન મંદિર અનેક શ્રદ્ધાળુઓનાં આકર્ષણનું કેન્દ્ર છે. ઈસ્કોન મંદિરમાં પ્રસાદીરૂપે અપાતી ખીચડી પણ લોકોમાં પ્રિય છે. આ ખીચડીનો ટેસ્ટ વર્ષોથી એવો જ એવો જ છે. શાકભાજી નાખીને ખીચડી બનાવાય છે. ઈસ્કોન મંદિરના કિચનમાં જ બ્રહ્મચારીઓ અને હરિભક્તો ખીચડી બનાવે છે. 2 વાગ્યે ખીચડી બનવાનું શરૂ થાય છે અને ખીચડી બનતાં લગભગ 3 કલાક લાગે છે. પહેલાં ભગવાનને ભોગ ધરાવાય છે અને બાદમાં ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. 22 વર્ષથી મંદિરમાં ખીચડીનો પ્રસાદ અપાય છે. અહીં દરરોજ 400 કિલો ખીચડી બને છે. 1000થી વધુ ભક્તો આ પ્રસાદનો લાભ લે છે. આ પ્રસાદને ફૂડ ફોર લાઇફ કહે છે.

X
Making process of iskcon temple khichdi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી