કાર્નિવલ / અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલમાં ચાર મિનિટના લેસર શૉએ જમાવ્યું આકર્ષણ, જૂના અને નવા અમદાવાદની ઐતિહાસિક ઝાંખી, પરિસર ફરતે રોશની કરાઈ

Kankaria Carnival 2018 starts in ahmedabad

Divyabhaskar.com

Dec 26, 2018, 04:51 PM IST
અમદાવાદ: ઐતિહાસિક તળાવ કાંકરિયાના કાંઠે કાર્નિવલનો પ્રારંભ થયો છે. આ કાર્નિવલમાં ચાર-ચાર મિનિટના બે લેસર-શૉએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. પહેલાં લેસર-શૉમાં સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદીની ચળવળમાં આપેલા યોગદાન, બારડોલીનો સત્યાગ્રહ, 500 રજવાડાને એકત્ર કરવામાં તેમની ભૂમિકા તેમજ સ્ટેચ્યૂ ઑફ યૂનિટીના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બીજા લેસર-શૉની થીમ હેરિટેજ અમદાવાદ છે. ચાર મિનિટના આ શૉમાં શહેરની જૂની મિલો, ત્રણ દરવાજા તેમજ અન્ય હેરિટેજ સ્મારકો, રિવરફ્રન્ટ અને શહેરે સાધેલો વિકાસ દર્શાવવામાં આવે છે. સમગ્ર કાંકરિયા પરિસર ફરતે રોશની કરવામાં આવી છે. જો કે, આ વર્ષથી આતશબાજી થવાની નથી. કાંકરિયામાં મંગળવારથી ફ્લોટિંગ રેસ્ટોરાં, એસી ટોય ટ્રેન શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે અંદાજે 50 હજાર લોકોએ કાર્નિવલ માણ્યો હતો.

X
Kankaria Carnival 2018 starts in ahmedabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી