જૂનાગઢના જામકા ગામે હાર્દિકના સમર્થનમાં પાટીદારોની રામધૂન, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા

Junagadh Jamka village people pray for hardik

DivyaBhaskar.com

Sep 07, 2018, 09:16 PM IST
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના જેમજેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ તેને વધુ સમર્થન મળી રહ્યું છે. જૂનાગઢના જામકા ગામના પાટીદારોએ પણ હાર્દિક પટેલને સમર્થન આપ્યું છે. હાર્દિકના સમર્થનમાં જામકાના પાટીદારોએ ગામમાં રામધૂન બેસાડી છે. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે. મહિલાઓ અને પુરુષો માથે ટોપી પહેરી રામધૂનમાં જોડાયા છે. જય સરદાર, જય હિંદ અને ઈન્કલાબ ઝિંદાબાદ લખેલી ટોપીઓ પહેલી પાટીદારો અનોખી રીતે આંદોલનમાં જોડાયા છે. ગ્રામજનોનું કહેવું છે કે, હાર્દિકનું આંદોલન યોગ્ય છે, જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ હાર્દિકને ટેકો આપતા રહેશે.

X
Junagadh Jamka village people pray for hardik

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી