Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-374

ગટરમાં ઊંધા માથે ફસાયો હતો સફાઈકર્મી, જોઈને જ ધબકારા વધી જાય તેમ ફસાયેલી વ્યક્તિને બચાવવા માટે જેસીબીથી તોડી ગટરની ચેમ્બર

  • પ્રકાશન તારીખ26 Sep 2018
  •  

વડોદરા: શહેરના પ્રતાપનગર રોડ ઉપર આવેલા ઇન્ફિનિટી આર્કેડની ગટર લાઇનમાં સફાઇ કરી રહેલા સફાઇ કર્મચારીનો હાથ ગટરમાં આવેલી પાઇપમાં ફસાતાં દોડધામ મચી હતી.બનાવની જાણ થતાં દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ ગટરનું ચેમ્બર તોડી સફાઇ સેવકને બહાર કાઢ્યો હતો. બનાવને પગલે પ્રતાપનગર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં.બપોરે 1:55 વાગે ફસાયેલા સફાઇ સેવકને અંદાજે 1 કલાકની કામગીરી બાદ બપોરે 3 વાગે બહાર કાઢવામાં સફળતા મળી હતી. વોર્ડ નંબર -4ના સફાઇ સેવક મનુભાઇ સોલંકી માથું અને હાથ ડ્રેનેજમાં રાખી સફાઇ કરતા હતા. ત્યારે હાથ ડ્રેનેજની પાઇપમાં અટવાતાં જીવનું જોખમ જેવી પરિસ્થિતિ થઇ હતી. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં દોડી આવેલા સ્ટેશન ઓફિસર ઓમ જાડેજાએ ડ્રેનેજનું ચેમ્બર જેસીબીથી તોડાવી હેમખેમ મનુભાઇને બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યા હતા.આ ઘટનાને પગલે રોડ ઉપર ટ્રાફિકની લાંબી કતારો લાગી હતી.લોકટોળાં એકત્ર થયાં હતાં. ઘટના અંગે પૂર્વઝોનના એ.એમ.સી. જિગ્નેશ ગોહિલે જણાવ્યું હતું કે સફાઇ સેવક બપોરે રિસેસ સમયે 1:30 વાગે ગટર ઉભરાવા અંગે સફાઇ કરવા ગયા હતાે. જ્યાં ફસાઇ જતાં પગની આંગળીએ ફ્રેક્ચર થયું હતું.

ઇલેક્ટ્રૉનિક્સના શોરૂમમાં ઘૂસીને કિન્નરોએ કપડાં કર્યાં ઊંચાં, ભડકેલા માલિકે કરી દેવાવાળી

ચકડોળમાંથી લપસ્યું 5 વર્ષનું બાળક, માત્ર ગરદનના સહારે 130 ફીટ ઊંચે હવામાં લટકતું રહ્યું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP