શોકિંગ વીડિયોઃ હેલમેટ વિના ફુલસ્પીડમાં જતો બાઈકચાલક સીધો દીવાલમાં ભટકાયો, હોસ્પિટલમાં દીકરાને જોઈ પિતાને આવ્યો હાર્ટએટેક, બંનેનાં મોત

Jamnagar: Bike accident in drol, two died

Divyabhaskar.com

Nov 01, 2018, 06:29 PM IST
જામનગરઃ ધ્રોલના મેમણ ચોકમાં થયેલા એક ભયંકર અકસ્માતમાં યુવાનનું મોત થયું હતું. યુવાન પૂરપાટ શેરીમાંથી નીકળી રહ્યો હતો. ત્યારે બાઈક પર તેનો કાબૂ ન રહેતાં સીધા સામે રહેલા ઘર સાથે અથડાયો હતો. યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મૃતક પંચાયત કચેરી પાસેના ગોદડિયા વાસમાં રહેતો હતો. તો પુત્રને અકસ્માત થયો હોવાની વાત જાણતાં તેના પિતા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. પણ સારવાર દરમિયાન પુત્રનું મોત થતાં પિતા આઘાતમાં સરી પડ્યા હતા. અને તેમને હૃદયનો હુમલો આવતાં તેમનું પણ મોત થયું હતું. એક સાથે બે મોત થતાં પરિવારમાં પણ ગમગીની વ્યાપી ગઈ હતી. અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

X
Jamnagar: Bike accident in drol, two died

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી