ગટરમાંથી એઠવાડ ખાઈને પેટ ભરવા મજબૂર છે આ માણસ, જુઓ દેશની કડવી વાસ્તવિકતા

hungry man eating food from sewer

Divyabhaskar.com

Sep 27, 2018, 07:19 PM IST
અમદાવાદઃ જેણે પણ આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો જોયો છે તેના ગળા નીચેથી કોળિયો પણ ના ઉતરે તેવો ઘાટ સર્જાયો હતો. આજકાલ વાઈરલ થયેલી આ ઘટનામાં જોઈ શકાય છે કે કઈ રીતે એક ભૂખ્યો માણસ ગાડીના નીચે જ પડેલો એઠવાડ કાઢીને ખાય છે. આ માણસની મજબૂરી પણ કેવી હશે કે તે જાહેરમાં જ આ રીતે કચરામાં ઠલવાયેલો ખોરાક ખાવાની જરૂર પડી. દેશમાં આજે પણ લાખો લોકો એવા પણ છે જ કે જેઓ એક ટંકનું ખાવા માટે પણ વલખાં મારે છે તો સામે હજારો લોકો એવા પણ છે કે તેઓ ગરીબના પેટમાં જાય ખાવાનું તેના કરતાં તેનો બગાડ કરવાનું કે ફેંકી દેવાનું વધુ પસંદ કરે છે. આજે અમે તમને આ વીડિયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે મહેરબાની કરીને ક્યારેય અન્નનો બગાડ ના કરો તેમજ જો ક્યાંક બગાડ થાય તો તેને ફેંકી દેવાના બદલે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો.

X
hungry man eating food from sewer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી