• Home
  • Dvb
  • Dbv
  • Gujarati farmer creation for cause to run away animal in farm

ગુજરાતી ખેડૂતે બનાવ્યું જંગલી ભુંડને ભગાડવાનું મશીન, બટાકું નાખી સ્પ્રે છાંટતાં છૂટે છે ગોળીની જેમ

Gujarati farmer creation for cause to run away animal in farm

Divyabhaskar.com

Sep 24, 2018, 03:54 PM IST
અમદાવાદ: ગુજરાતી લોકો હંમેશાં કંઈક નવું કરવા માટે જાણીતા છે. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો સૌરાષ્ટ્રના કોઈ ગામનો હોવાનું લાગે છે. અહીં એક ખેડૂતે નજીવા ખર્ચે પાણીની પાઈપમાંથી એક બંદૂક જેવું સાધન બનાવ્યું છે. તેમાં બટાકાં ભરી ફીટ કરીને ફોડવામાં આવે છે. કાકા પાઈપમાં એક બટાકું ભરાવે છે પછી સ્પે છાંટે છે અને બાદમાં ભડાકો કરે છે. પાછળના છેડે ઠેસી દબાવતાં જ અંદર રહેલું બટાકું દૂર ખેતરમાં ફંગોળાય છે. આ સાધનનો ઉપયોગ ખેતરમાં આવતાં અને પાકનો બગાડ કરતાં ભુંડ કે અન્ય પ્રાણીઓને દૂર ખેસડવા માટે કરવામાં આવ્યો છે.

X
Gujarati farmer creation for cause to run away animal in farm

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી