Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-465

વજન કાંટો લઈ ખેતરમાં બેસી ગયા ગુજરાતી ખેડૂત, મગફળી-કપાસની માંડી વાત, નાહવાના પાણી અંગે પણ આપ્યો આઈડિયા, રાતોરાત વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ26 Oct 2018
  •  
સોશિયલ મીડિયામાં ગુજરાતના એક ખેડૂતનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સૌરાષ્ટ્રના ગામડાંના કોઈ ખેડૂત વજન કાંટા સાથે ખેતરમાં બેસી ગયા છે. આ વર્ષે ચોમાસુ પાકમાં કેટલું ઉત્પાદન થયું તે સમજાવી રહ્યા છે. ખેડૂત કટાક્ષ કરતાં કહે છે કે, આ વખતે કપાસ અને મગફળીનું મણમાં નહીં પણ કિલોમાં ઉત્પાદન થયું છે. આ ખેડૂત પોતાના આગવા અંદાજમાં અસલ કાઠિવાડી લહેકા સાથે ચોમાસામાં વરસેલા વરસાદની પણ વાત કરી રહ્યા છે. ખેડૂત કહે છે કે, વરસાદે તો આ વર્ષે ગાભા કાઢી, દર મહિને 1-1 ઈંચ એટલે કે, અઢી મહિનામાં અઢી ઈંચ ખાબક્યો છે. વીડિયોમાં તે શિયાળુ વાવેતર અને પિવાના અને નાહવાની પાણી અંગે પણ વાત કરી રહ્યા છે. એટલું જ નહીં આ વર્ષે તો ભગવાનની સાથે સરકાર પણ રૂઠી હોવાની વાત કરે છે. ખરેખર આ વીડિયો ખેડૂતોની વાસ્તવિકતા છતી કરી રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP