બોલો, ગુજરાતીઓને કોણ પહોંચે? 24 કલાકમાં આવી ગઈ પેપર લિકકાંડની રેગડી, હસાવી હસાવીને બેવડા વાળી દેશે

Funny video paper leak of gujarat lokrakshak

Divyabhaskar.com

Dec 03, 2018, 06:08 PM IST

વીડિયો ડેસ્કઃ ગુજરાતમાં લોકરક્ષકદળની પરીક્ષાનું પેપર લિક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી અને લાખો ઉમેદવારો પરીક્ષાથી વંચિત રહી ગયા. કેટલાય ઉમેદવારો એક વર્ષથી વધુ સમયથી મહેનત કરતાં હતા. રાતદિવસ મહેનત કરતાં લોકોનું સપનું હતું કે તેઓ એક દિવસ પોલીસ કોન્સ્ટેબલ બનશે અને બેકારીથી મુક્ત થશે. જોકે લોકરક્ષકદળનું પેપર લિક થયું હોવાના સમાચાર મળ્યા અને તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરી દેવામાં આવી. પરીક્ષા રદ થતાં લાખો વિદ્યાર્થીઓનાં સપનાં રોળાઈ ગયાં. પેપર લિક મામલે આખા ગુજરાતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે કોઈએ પેપર ફૂટ્યા પછીની રેગડી બનાવી છે. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. ફની અંદાજમાં બનાવેલી આ રેગડી ઘણું બધું કહી જાય છે.

X
Funny video paper leak of gujarat lokrakshak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી