• Home
  • Dvb
  • Dbv
  • Duplicate alcohol in Branded Bottle, Ahmedabad Police busted duplicate liquor factory in Vadaj

ડુપ્લિકેટ દારૂનું કારખાનું/ મોંઘી બોટલમાં સસ્તો દારૂ, થમ્સ અપ અને પાણી મિક્ષ કરાતું હતું

Duplicate alcohol in Branded Bottle, Ahmedabad Police busted duplicate liquor factory in Vadaj

Divyabhaskar.com

Nov 25, 2018, 03:12 PM IST
અમદાવાદઃ જો તમે મોંધી બ્રાંડની દારુની બોટલ ગેરકાયદેસર રીતે લઇને હરખાતા હોવ તો તમે ચેતી જજો કારણકે બુટલેગરો સસ્તો દારુ મોંઘી બોટલમાં ભરીને તેના પર મોંઘી બ્રાંડના સ્ટીકર અને એક્સાઇસના સ્ટીકર પણ લગાવી દે છે.તેમજ તેમાં એક દમ ખરાબ ગુણવત્તાની વસ્તુઓ મિક્ષ કરીને તેને લોકોને વેચે છે.આ સમગ્ર રેકેટનો પર્દાફાસ વાડજ પોલીસે કર્યો છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં ઘરમાં ચાલતા નકલી દારુનુ રીતસરનુ કારખાનુ ઝડપાયુ છે.વાડજ વિસ્તારમાં આવેલા સિધ્ધી એપાર્ટમેન્ટમાં બે શખસો ભેગા મળીને સસ્તી દારુની બોટલમાંથી મોંગી બ્રાંડની બોટલમાં દારુ ભરીને વેચતા હતા.અમદાવાદમાં ઘણા સમયથી દારુનુ આ રીતે વેચાણ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.આ શખસો પાસેથી દારુની બોટલના સીલ ખોલવા માટેના સાધનો તેમજ મોંધી બ્રાંડની બોટલ અને સ્ટીકર મળી આવ્યા હતા.આ પ્રકરણમાં પોલીસે વિક્કી ઉર્ફે ખલી પ્રકાશ નાવાણી (રહે,રામાપીરનો ટેકરો ,વાડજ) ,મનદીપ કનુભા ભાવસાર(શાહપુર)ની ધરપકડ કરી છે.પોલીસને આ જગ્યાએથી સસ્તા દારુમાં મિક્ષ કરવાની વસ્તુઓની સાથે એક્સાઇસના સ્ટીકર મળ્યા હતા.પોલીસનુ માનવુ છે કે આ લોકો એ રીતે મોંઘી બોટલમાં દારુ મિક્ષ કરતા હતા કે પ્રથમ નજરે તે ઓરીજીનલ બોટલ જ લાગે પરંતુ તેમાં ભરેલો દારુ અને તેમા કરેલા મિક્ષ કરવાની વસ્તુથી તેની ખુબ જ ખરાબ અસર વ્યક્તિઓ પર થઇ શકે તેમ છે.હાલ આ સમગ્ર રેકેટની તપાસ વાડજ પોલીસે શરુ કરી છે.
X
Duplicate alcohol in Branded Bottle, Ahmedabad Police busted duplicate liquor factory in Vadaj

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી