ડૂબતી વ્યક્તિને બચાવવા કૂતરાએ પાણીમાં છલાંગ લગાવી, માણસ શ્વાનના સહારે કાંઠે પહોંચ્યો, લોકોએ ઉતાર્યો વીડિયો

Dog Saves Man's life out of water, video viral

Divyabhaskar.com

Dec 13, 2018, 05:34 PM IST
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં એક કૂતરાનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. નહેરમાં ડૂબતાં માણસને એક કૂતરો જોઈ જાય છે. માણસને પાણીમાં જોતાં જ તે નહેરમાં ઊતરે છે. સડસડાટ પાણીમાં ઊતરીને કૂતરો માણસ પાસે પહોંચે છે. ડૂબતો માણસ કૂતરાના સહારે કાંઠે પહોંચે છે અને માણસનો જીવ બચી જાય છે. આ વીડિયોમાં જોતાં એવું પણ લાગે છે કે કૂતરો તેના માલિકને બચાવવા માટે કૂદ્યો હોઈ શકે છે. કૂતરો માણસને બચાવવા માટે પાણીમાં ઊતરે છે ત્યારે કોઈ વ્યક્તિ આ ઘટનાનો વીડિયો ઉતારતી હોય છે. કારણ જે કંઈ પણ હોય, પણ લોકો કૂતરાની આ માનવતાના બે મોઢે વખાણ કરી રહ્યા છે.
X
Dog Saves Man's life out of water, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી