દિવ્ય ભાસ્કર ટોપ-20 ન્યૂઝ બુલેટીન: જાણો ગુજરાતના મુખ્ય સમાચાર

Divya bhaskar night gujarati news bulletin

Divyabhaskar.com

Sep 20, 2018, 09:26 PM IST
અમદાવાદઃ સ્વાગત છે તમારું દિવ્ય ભાસ્કરડોટકોમના ગુજરાતના ટોપ 20 ન્યૂઝ બુલેટીનમાં. ગીરના જંગલમાં છેલ્લા 11 દિવસમાં 12 સિંહોનાં મોત થયાં છે. અમરેલીના ધારી નજીક પૂર્વ ગીર વિસ્તારમાં 6 સિંહબાળ સહિત 11 સિંહોનાં 11 દિવસમાં મોત થયાં છે. સરકાર ઘોર નિંદ્રામાં ઊંઘે છે અને ટપોટપ સિંહો મરે છે. તો ગઈકાલે ધારાસભ્યો, મંત્રીઓના પગારમાં ધરખમ વધારો કર્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી હતી. સંવેદનશીલ સરકાર હોવાના ગાણાં ગાતી સરકારે ખેડૂતોને મરવા પર પરિવારજનોને એક લાખને બદલે 2 લાખ આપવાની જાહેરાત કરી હતી. ખેડૂતના પરિવારને સહાય કરવી હોય તો ખેડૂતે પહેલા મરવું પડે તેવી સરકારની જાહેરાત છે. સહાયને ડબલ કરી દેવામાં આવી છે. ગુજરાતના PSIને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. હાઈકોર્ટે પોલીસ ઈન્સ્પેક્ટર(પીઆઈ)ના પ્રમોશનની પ્રક્રિયા પર મુકેલો સ્ટે ઉઠાવી લીધો છે. કોર્ટે કહ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધ્યાનમાં લેતા પોલીસની કામગીરી મહત્વપૂર્ણ હોવાથી પ્રમોશનની પ્રક્રિયા પર રોક લગાવવાથી કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર અસર પડે છે.

X
Divya bhaskar night gujarati news bulletin

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી