Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1081

ખુંખાર દીપડાએ ગુજરાતના વનકર્મીઓને બનાવી દીધા બકરાં, 3 લોકોને ફાડી ખાધા, 200 લોકો જંગલ ખુંદે છે પણ હજુ નથી આવ્યો હાથમાં

  • પ્રકાશન તારીખ01 Dec 2018
  •  
છોટાઉદ્દેપુર અને બારિયાની સીમાએ આવેલા ધાનપુર તાલુકામાં એક માનવભક્ષી દીપડાએ આતંક મચાવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી આ દીપડાને ૨૦૦ જેટલા વન કર્મીઓ શોધી રહ્યા છે. છેલ્લા 15-20 દિવસમાં 3 વ્યક્તિને તેણે ફાડી ખાધી છે. આ દીપડાને ઝબ્બે કરવા માટે જૂનાગઢથી ટ્રેકન ટીમની પણ રોજે રોજની તપાસ સર્ચ ઓપરેશન ચાલુ છે. જંગલમાં છૂટાં બાંધેલા બકરાઓ પણ હજુ સુધી સલામત છે. ટ્રેકર ટીમ અને સીસીએફ વડોદરાનાએ નક્કી કર્યું છે કે, બકરા જંગલમાં છૂટા બાંધવા છતાં તેનું મારણ કરવા દીપડો આવતો નથી તો શુક્રવારની રાત્રે ભાણપુર દીપડાના આવવા-જવાના માર્ગમા પાંજરું મૂકીને તેની અંદર વન વિભાગ અને ટ્રેકરના ચાર કર્મચારીઓ ટ્રીબ્યુલેશન એરગન સાથે બેસાડવમાં આવ્યા હતા દીપડો આવે તો તેને એર ગનથી બેહોશ કરી દેવાશે. હવે એજ જોવાનું કે વન વિભાગની આ ટ્રીક કેટલી સફળ થાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP