આદર્શ ગુરુ / દાહોદઃ શિક્ષકની અન્ય જગ્યાએ થઈ બદલી, પગે લાગી વિદ્યાર્થીઓ રડવા લાગ્યા

Dahod: Students Crying on the transfer of Teacher

Divyabhaskar.com

Feb 25, 2019, 05:51 PM IST

દાહોદઃ અમુક શિક્ષક એવાં હોય કે જેઓએ વિદ્યાર્થીઓ સાથે અનેરો સંબંધ બનાવી દીધો હોય. અને જ્યારે શિક્ષક શાળા છોડીને જાય ત્યારે શાળામાં હાજર સૌ વિદ્યાર્થીઓ શિક્ષકની યાદમાં રડવા લાગે. આવા અમુક જ કિસ્સાઓ જોવાં મળતાં હોય છે. તાજેતરમાં દાહોદના ઈટવા મંદિર ફળિયામાં શાળાના શિક્ષક શૈલેષભાઈ પરમારનો આવો જ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શિક્ષકની ખાતાકીય બદલી થતાં તેમને શાળા છોડવાનો વારો આવ્યો. શિક્ષકના વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓ ભાવવિભોર બની શિક્ષકના પગે લાગ્યા અને પછી રડવા લાગ્યા. બાળકોનો આટલો બધો પ્રેમ જોઈ શિક્ષક પણ ભાવુક થઈ ગયા હતા.

X
Dahod: Students Crying on the transfer of Teacher

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી