• Home
  • Dvb
  • Dbv
  • citizens of bharuch gujarat organize funeral of turtle

જીવદયા / મરેલા મહાકાય કાચબાને લોકોએ રડતાં રડતાં કાઢ્યો બહાર, રોડ પર બેસીને સ્મશાનયાત્રામાં લીધાં છાજિયાં, અનોખું દૃશ્ય જોવા થયો ચક્કાજામ

citizens of bharuch gujarat organize funeral of turtle

Divyabhaskar

Jan 15, 2019, 12:54 PM IST

રવિવારે ભરૂચના રસ્તા પર એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ એક સ્મશાનયાત્રા નીકાળી હતી જે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી કેમ કે આ સ્મશાનયાત્રા એ કોઈ વ્યક્તિની નહીં પણ એક કાચબાની હતી. વાત જાણે એમ હતી કે ભરુચના ઐતિહાસિક રતન તળાવમાં મહાકાય કાચબાનું મૃત્યુ થયું હતું.જેની જાણકારી જેવી આજુબાજુના લોકોને મળી કે તરત જ તળાવ પાસે લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં હતાં. બાદમાં જીવદયાનો એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. લોકો સ્વયં જ તળાવમાંથી આ કાચબાના મૃતદેહને નીકાળીને તેને એક હોલમાં અંતિમ દર્શન માટે રાખ્યો હતો. લોકો એટલા બધા લાગણીશીલ થઈ ગયા હતા કે તેમણે એ કાચબાની પુરા સન્માન સાથે જ સ્મશાનયાત્રા કાઢી હતી. લોકોના આક્રોશ એ મુદ્દે હતો કે સદીઓ સુધી જીવતા કાચબાઓ હવે આ તળાવમાં તંત્રની બેદરકારી અને ગંદા પાણીના લીધે મોતને ભેટે છે. આ સ્મશાનયાત્રા પણ કલેકટરની ઓફિસ પાસે થઈને સીધી જ વનવિભાગની ઓફિસે પહોંચી હતી જ્યાં આ કાચબાનું પોસ્ટમોર્ટમ કરીને તંત્ર આગળની કાર્યવાહી કરશે.

X
citizens of bharuch gujarat organize funeral of turtle

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી