• Home
  • Dvb
  • Dbv
  • boy beaten by women in saharan pur video went viral

Woman Beat / મહિલાએ જાહેરમાં જ યુવકને ઠોક્યા તમાચાઓ, હરકત એવી કરેલી કે કોઈ વચ્ચે ના પડ્યું

boy beaten by women in saharan pur video went viral

Divyabhaskar.com

Dec 23, 2018, 08:02 PM IST
ઉત્તર પ્રદેશના સહારનપુરનો આ વીડિયો વાઈરલ થયો છે જેમાં એક યુવક મહિલાના હાથે બરોબરના તમાચા ખાતો દેખાય છે. પહેલી નજરે તો એમ જ લાગે કે નક્કી આ યુવકે મહિલાની છેડતી કરી હશે નહીંતર આટલું બધું ગુસ્સે કોઈ ના જ થાય. મહિલાના હાથે માર ખાતાં તેમજ તેના મોંએથી અભદ્ર શબ્દો સાંભળીને પણ કોઈ આ યુવકની મદદે નથી આવતું તે જોઈને ફરી વિશ્વાસ આવે કે નક્કી આ યુવકનો જ કોઈ વાંક હશે.જો કે બાદમાં ધીરે ધીરે એ વાતનો ખુલાસો થાય છે કે કેમ આ યુવકને મહિલાએ ગુસ્સાથી લાલચોળ થઈને માર માર્યો હતો.યુવકનો વાંક એટલો જ હતો કે તેણે રસ્તામાં પાર્ક કરેલી તેની કારનો દરવાજો ખોલી નાખ્યો હતો જેના કારણે પાછળથી આવતી આ મહિલા નીચે પડી હતી. બસ આ જ મુદ્દે ભડકેલી મહિલાએ તે યુવકને આડે હાથ લીધો હતો.

X
boy beaten by women in saharan pur video went viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી