મારામારી / અંકલેશ્વર: 'વાહન રિપેરિંગમાં મોડું કેમ થયું' એમ કહી કેબિનમાં ઘૂસી ગયા, 4 શખ્સોએ સુપરવાઈઝરને માર માર્યો, CCTV

Blows in auto service station in Ankleshwar, CCTV

Divyabhaskar.com

Feb 10, 2019, 04:49 PM IST
ભરુચઃ અંકલેશ્વરમાં નેશનલ હાઈવે પર આવેલા અંબિકા ઑટો સર્વિસ પર ચાર શખ્સોએ આતંક મચાવ્યો હતો. વાહન રિપેરિંગમાં મોડું કેમ થયું એમ કહી કેટલાક શખ્સો કેબિનમાં ઘૂસી આવ્યા હતા અને સુપરવાઈઝરને માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મારામારીની આ ઘટના કેબિનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. હીતેશ પટેલે 4 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ અને સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
X
Blows in auto service station in Ankleshwar, CCTV

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી