• Home
  • Dvb
  • Dbv
  • Bharuch: Monkey trapped into car bonnet after accident

વિચિત્ર અકસ્માત / ભરૂચઃ રસ્તો ઓળંગતા વાંદરો કાર સાથે ટકરાતાં બોનેટમાં ફસાયો, ગ્રીલ તોડીને બહાર કઢાયો

Bharuch: Monkey trapped into car bonnet after accident

Divyabhaskar

Jan 19, 2019, 11:16 AM IST

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં રહેતાં મહેન્દ્રસિંહ ભગવાનસિંહ ગોહિલ તેમના પત્ની સાથે સ્વીફટ કારમાં ઉમરેઠ તરફ જઇ રહયાં હતાં. તેઓ વડોદરાથી અમદાવાદ એકસપ્રેસ હાઇવે પરથી પસાર થઇ રહયાં હતાં તે વેળા રોડની સાઇડ પરથી અચાનક એક વાનર ધસી આવ્યો હતો. મહેન્દ્રભાઇ કઇક સમજે તે પહેલા વાનર ચાલુ કારની નીચે આવી જતાં તેમણે કારને રોડની સાઇડ પર પાર્ક કરી દીધી હતી. ઘટના અંગે સ્થાનિક જીવદયાપ્રેમીઓને જાણ કરવામાં આવતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં. નવી કારના આગળના ભાગના બોનેટને તોડીને વાનરને હેમખેમ બહાર કાઢવામાં આવ્યાં હતાં. સદનસીબે કારમાં સવાર મહેન્દ્રભાઇ ગોહિલ તથા તેમના પત્નીનો આબાદ બચાવ થયો હતો. બોનેટમાંથી બહાર નીકળ્યાં બાદ કપિરાજે પણ નજીકના ખેતરમાં દોટ મુકી હતી.

આને કહેવાય મોડર્ન મમ્મી, વરસતા વરસાદમાં બાળક સાથે કરી શોકિંગ હરકત

X
Bharuch: Monkey trapped into car bonnet after accident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી