દ્વારકાના સમુદ્રની વચ્ચે ઘેરાયેલું પ્રાચીન શિવાલય, માણો ભડકેશ્વર મહાદેવના પૌરાણિક શિવાલયનો અલૌકિક નજારો

bhadakeshwar mahadev shivalay in dwarka sea

Divyabhaskar.com

Dec 14, 2018, 03:25 PM IST

દ્વારકાના સમુદ્ર ક્ષેત્રે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલું પ્રાચીન તેમજ અનોખું શિવાલય ભડકેશ્વર મહાદેવનું પૌરાણિક શિવાલયનો સમુદ્ર વચ્ચે અલૌકિક નજારો જોવા મળે છે.ચારે તરફ ઘેરાયેલા કેસરિયા પથ્થરો તથા ઘાટ ભૂરા રંગની સમુદ્રની જળરાશિ વચ્ચે દયાનમગ્ન ઋષિ જેવું અલૌકિક આ શિવાલય એટલે ભડકેશ્વર મહાદેવનું પ્રાકૃત મંદિરના દર્શન કરવા હજારો ભાવિકભક્તો આવતા હોય છે. પુરાણ પ્રસિદ્ધ મોક્ષદાયિકા દ્વારકા નગરીમાં ઠેર ઠેર શિવાલયો સ્થાપિત છે.અને દરેક શિવાલયની આગવી વિશેષતા પણ રહી છે.આ બધા શિવાલયોમાં સૌથી વધારે ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતું ભડકેશ્વર મહાદેવનું મંદિર છે.રત્નાકાર પોતાના જળથી ભગવાન શિવના નિત્ય ચરણ પખાળી શકે તે માટે અફાટ જળરાશિને મધ્યે ખડક પર ભગવાન ભડકેશ્વરનું શિવાલય આવેલું છે.

X
bhadakeshwar mahadev shivalay in dwarka sea

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી