Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-76

ગોધરાના ગામની આ શાળાને PM નરેન્દ્ર મોદીએ શા માટે બિરદાવી?

  • પ્રકાશન તારીખ05 Sep 2018
  •  
ગોધરાઃ છેલ્લા થોડા દિવસથી પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે આવેલું નાનકડું ગામ નવા નદીસર સમગ્ર દેશમાં જાણીતું થઈ ગયું છે. કેમકે આ આ ગામમાં આવેલી ‘નવા નદીસર પ્રાથમિક શાળા’ના શિક્ષકો ગોપાલક્રિશ્ન પટેલ અને રાકેશ પટેલને રાષ્ટ્રપિત અવૉર્ડથી નવાજવામાં આવ્યા છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોટો સાથેની અલાયદી ટ્વીટ મૂકીને આ શાળાને તથા તેનાં કામને બિરદાવ્યાં છે. માંડ એકાદ હજારની વસ્તી ધરાવતા આ ગામની આંખ ઠરે તેવી આ શાળામાં ત્રણસો બાળકો ભણે છે. શાળાના લીલાછમ કેમ્પસમાં 350થી વધુ વૃક્ષો છે. રમતગમત માટે વિશાળ મેદાન, ઔષધિય ગાર્ડન, એમ્ફિ થિયેટર જેવી સુવિધાઓ છે. આ શાળામાં બાલસંસદ ચાલે છે, જેમાં બાળકો જ લોકશાહી ઢબે શાળાનું સંચાલન કરે. ભણવાની પદ્ધતિ પણ એવી હળવીફુલ કે બાળકોને સામેથી ભણવા આવવાનું મન થાય. હોમવર્ક તરીકે વિદ્યાર્થીઓને વિવિધ વિસ્તારોમાં જઈને ‘મહોલ્લા પ્રાર્થના સભા’માં જવાનું અને પોતે શીખેલી વસ્તુઓ એક પાટિયામાં લખીને ગામને વાંચી સંભળાવવાની. આ રીતે ગામનો સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો પણ ખાસ્સો ઘટી ગયો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP