• Home
  • Dvb
  • Dbv
  • A Farmer create unique idea protuction of crops in farm

પાણી અને બળેલા ઓઇલના પ્રયોગથી ગુજરાતના સામાન્ય ખેડૂતે શોધ્યો મુંડા અને ઈયળ ભગાડવાનો દેશી જુગાડ

A Farmer create unique idea protuction of crops in farm

Divyabhaskar.com

Sep 19, 2018, 02:54 PM IST

અમદાવાદ: ગુજરાતના એક સામાન્ય ખેડૂતની કોઠાસૂઝે કમાલ કર્યો છે. આ ખેડૂતે મગફળીમાં આવતા મૂંડાનો દેશી જુગાડ શોધ્યો છે. ખેડૂતના આ ઘરેલું પ્રયોગથી મુંડા ઉપરાંત કિંગા અને ઈયળ મૂકતા ફૂદાનો પણ ઉપાય મળ્યો છે. આ ખેડૂતે ભંગારના ડબ્બાને ચારેબાજુથી થોડોથોડો કાપી, તેમાં લેમ્પ લગાવી દીધો છે જેથી લાઈટ થઈ શકે. આ ડબ્બામાં પાણી, બળેલું ઓઇલ, કેરોસીન કે ડીઝલ ગમે તે પ્રવાહી ભરી શકાય છે. ખેડૂતોએ સૂર્યાસ્ત થાય એટલે ડબ્બામાં રહેલો લેમ્પ ચાલુ કરી દેવાનો રહે છે. આમ કરવાથી સવાર સુધીમાં ડબ્બો જીવાતથી ભરાઈ જાય છે. ખેડૂતો ખેતરમાં એકથી વધુ ડબ્બા પણ મૂકી શકે છે. આ ખેડૂતનો દાવો છે કે, આ દેશી પ્રયોગથી દવાના છંટકાવમાં 50%નો બચાવ થશે. આ ખેડૂતનું કહેવું છે કે,

ખેતરમાં જો શાકભાજીનું વાવેતર કરેલું હોય તો ડબ્બાને ખેતરની વચ્ચે જ રાખવા જ્યારે મગફળી વાવેલી હોય તો ડબ્બા ઝાડ નીચે કે અન્ય જગ્યાએ લટકાવી દેવા. ઝાડ નીચે ડબ્બા લટકાવવા વધુ હિતાવહ હોવાનું તેઓ જણાવે છે.

X
A Farmer create unique idea protuction of crops in farm

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી