• Home
  • Dvb
  • Dbv
  • youngsters beat security guard of al qaut mall in Quwait

દાદાગીરી / કાયદાપાલન માટે પ્રખ્યાત કુવૈતમાં મહિલાઓ માટેના આરક્ષિત સમયે મોલમાં બળજબરી ઘૂસતાં 6 યુવકોને અટકાવતાં, શખ્સોએ પટ્ટા વડે સિક્યોરિટી ગાર્ડને લમધાર્યો

youngsters beat security guard of al-qaut mall in Quwait

divyabhaskar.com

Apr 06, 2019, 05:56 PM IST

કુવૈતના અલ-કાઉત મોલમાં પ્રવેશતાં રોકવા પર 6 શખ્સોએ સિક્યૂરિટી ગાર્ડની પિટાઈ કરી દીધી હતી. યુવકોએ ગાર્ડને દોડાવી-દોડાવીને પટ્ટા વડે ફટકાર્યો હતો. જેના બચાવમાં અન્ય ગાર્ડસ પણ ત્યાં પહોંચતા શેખ યુવકોએ તેમને પણ લમધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અલ-કાઉત મોલમાં નિર્ધારિત સમયમાં ફક્ત મહિલાઓને જ પ્રવેશ આપવામાં આવે છે. જે સમય દરમ્યાન 6 યુવકો પરાણે મોલમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. નિયમ મુજબ ગાર્ડે તેમને પ્રવેશ કરતાં અટકાવતાં મામલો બિચક્યો હતો.

આ ઘટનાનો વીડિયો કોઈ સ્થાનિકે મોબાઈલમાં ઊતારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. 30 માર્ચે બનેલી ઘટનાનો આ વીડિયો કુવૈત સ્થાનિક પ્રશાસને જાહેર કર્યો છે.

X
youngsters beat security guard of al-qaut mall in Quwait

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી