Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3252

સિરીયલ 'યે રિશ્તા'ની 'સ્વર્ણા'ના નખરાંથી થાકી ગયા હતા મેકર્સ, બતાવી દીધો બહારનો રસ્તો

  • પ્રકાશન તારીખ15 Apr 2019
  •  

સિરીયલ યે રિશ્તા કયા કહલાતા હૈની સ્વર્ણા એટલે કે પારૂલ ચૌહાણે પણ શૉને અલવિદા કહી દીધું છે. તે આ સિરીયલ સાથે છેલ્લાં અઢી વર્ષથી જોડાયેલ હતી. સુત્રો મુજબ પારૂલ સિરીયલમાં દાદીનું પાત્ર ભજવવા માગતી નહોતી. એટલે તેણે સામેથી જ સિરીયલને બાયબાય કહી દીધું. પરંતુ પડદા પાછળની કહાની કંઈક બીજી જ સામે આવી રહી છે. એક વેબસાઇટ મુજબ સેટ પર પારૂલના વલણથી મેકર્સ ઘણાં જ થાકી ગયા હતા. અને શૉના ડિરેક્ટર તેની સાથે કામ કરવાના મૂડમાં નહોતા. પારૂલની ગેરહાજરીથી સિરીયલની ટીઆરપીમાં કોઈ ખાસ ફર્ક આવ્યો નથી. જે બાદ હવે મેકર્સ તેના આ વલણને સહન કરવાના મૂડમાં નથી. ઉલ્ટાનું પારૂલે જેવો પ્રોડક્શન ટીમને નોટિસ પીરિયડ લેટર મોકલ્યો કે ટીમે તેને માત્ર એક મેસેજ કરીને કહી દીધું કે પારૂલ હવે તમારે સેટ પર આવવાની કોઈ જરૂર નથી. આ પહેલા હીના ખાને પણ અચાનક શૉ છોડી દીધો હતો જેની ખોટ પણ શૉની ટીઆરપીને નડી નહોતી. સિરિયલમાં હીનાનું કેરેક્ટર ઘર ઘરમાં જાણીતુ બન્યુ હતુ. તો પારૂલ ચૌહાણે તો તેના રોલમાં કંઈ ખાસ ઉકાળ્યું પણ નથી. જેથી મેકર્સને પારૂલના હોવા ન હોવાનો કોઈ ફર્ક પડ્યો નથી.

વાનખેડે સ્ટેડિયમમાં 'ઝિંગાટ' સોંગ વાગતા જ જાહન્વી કપૂરના આ ફેનને તાન ચડ્યું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP