• Home
  • Dvb
  • Dbv
  • જામનગરના સાંસદ પૂનમ માડમ અચાનક કેમ ચોધાર આંસૂએ રડી પડ્યા હતા?Why MP Poonam Madan suddenly crying?

ઈમોશનલ / જામનગરના સાંસદ પૂનમ માડમ અચાનક કેમ ચોધાર આંસૂએ રડી પડ્યા હતા?

જામનગરના સાંસદ પૂનમ માડમ અચાનક કેમ ચોધાર આંસૂએ રડી પડ્યા હતા?Why MP Poonam Madan suddenly crying?

divyabhaskar.com

Apr 03, 2019, 03:06 PM IST

જામનગરના સાંસદ પૂનમ માડમનો એક વીડિયો સામે આવ્યો છે. પોતાની ઉમેદવારી નોંધાવવા જતા પૂર્વે માડમ પોતાના ઘરે ભાવુક થઈ ગયા હતા. માણસ કોઈ પણ હોદ્દા પર પહોંચે પરંતુ વાત જ્યારે પોતાના પરિવારની સંવેદનાની આવે ત્યારે રડવું રોકી શકતો નથી. આવા જ દૃશ્યો પૂનમ માડમના ઘરે જોવા મળ્યા હતા. પૂનમ માડમે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા પોતાના ઘરે પૂજા-અર્ચના કરી હતી અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. તાજેતરમાં જ પોતાની યુવાન દીકરીના થયેલા નિધનના કારણે પૂનમ માડમ વધુ એક વખત ઈમોશનલ થઈ ગયા હતા અને માતા, કાકા, ભાભીને પગે લાગતા ચોધાર આંસૂએ રડ્યા હતા. તે સમયે વાતાવરણ ગમગીન બન્યું હતુ. ત્યારબાદ તેઓ પોતાના ઘરેથી ભાજપ વિજય વિશ્વાસ સંમેલનમાં સહભાગી થવા નિકળ્યા હતા.

X
જામનગરના સાંસદ પૂનમ માડમ અચાનક કેમ ચોધાર આંસૂએ રડી પડ્યા હતા?Why MP Poonam Madan suddenly crying?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી